સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 ડિસેમ્બરથી એડિલેડ ઓવલમાં પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. ચાર ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટ મેચ ડે નાઇટ હશે. પ્રથમ ટેસ્ટ પહેલા જ ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો લાગ્યો છે.


ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જણાવ્યા મુજબ, ભારત સામેની ચાર મેચની ટેસ્ટ શ્રેણી પૈકીની પ્રથમ મેચમાંથી ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર બહાર થઈ ગયો છે. ભારત સામેની બીજી વન ડે દરમિયાન વોર્નરને ઈજા થઈ હતી, જેના પરિણામે તે અંતિમ વન ડે અને ટી-20 સીરિઝમાંથી બહાર થયો હતો.



આઈસીસીના હવાલાથી વોર્નરે તેની ઈજાને લઈ અપડેટ આપ્યું છે. વોર્નરે નિવેદનમાં કહ્યું, ‘મને લાગે છે કે આટલા ઓછા સમયમાં મેં સારી રિકવરી કરી છે. હું સિડનીમાં રહીને ફિટનેસ પર કામ કરી રહ્યો છું.’ વોર્નરનું પ્રથમ ટેસ્ટમાંથી બહાર થવું ઓસ્ટ્રેલિયન ટીમ માટે મોટો ઝટકો છે. વોર્નરના સ્થાને કોનો સમાવેશ કરવામાં આવે છે તે જોવું રસપ્રદ રહેશે.

વોર્નરે 84 ટેસ્ટની 155 ઈનિંગમાં 7 વખત નોટઆઉટ રહીને 7244 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 335 રન છે. ટેસ્ટમાં તેણે 24 સદી અને 30 અડધી સદી ફટકારી છે.

સાઉથની 28 વર્ષની આ જાણીતી એક્ટ્રેસે કર્યુ સુસાઇડ, થોડા મહિના પહેલા જ કરી હતી સગાઈ

કોરોના રસીકરણ માટે 30 કરોડ ભારતીયોની થઈ પસંદગી, જાણો કોનો કોનો કરાયો સમાવેશ

શું મોદી સરકાર દરેક મહિલાના ખાતામાં નાંખી રહી છે 60 હજાર ? જાણો મહત્વની વિગત