Virat Kohli Angry on Jasprit Bumrah: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. શ્રેણી 9 ફેબ્રુઆરીથી શરૂ થશે અને તેની પ્રથમ મેચ નાગપુરના વિદર્ભ વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ સીરીઝ પહેલા ભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ એક મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે, જ્યારે ભારતીય ટીમ 2018માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી ત્યારે તત્કાલીન કેપ્ટન વિરાટ કોહલી જસપ્રીત બુમરાહ પર ગુસ્સે થઈ ગય્પ હતો.


ઇશાંત શર્માએ કહી સંભળાવ્યો રસપ્રદ કિસ્સો


ક્રિકબઝના શો 'રાઈઝ ઓફ ન્યૂ ઈન્ડિયા'માં આ વિશે વાત કરતા ઈશાંત શર્માએ કહ્યું હતું કે, મને યાદ છે કે જ્યારે અમે 2018માં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ રમી રહ્યા હતા ત્યારે બુમરાહનો પહેલો સ્પેલ સારો રહ્યો નહોતો. ત્યાર બાદ ગુસ્સેથી લાલઘુમ વિરાટ કોહલીએ મને કહ્યું હતું કે, મારે જઈને તેની સાથે વાત કરવી જોઈએ. રોષે ભરાયેલા વિરાટને સમજાવતા મેં કહ્યું હતું કે, તે ખૂબ જ સ્માર્ટ બોલર છે. તે એ બાબતો સમજે છે, તેથી તેને એકલો છોડી દો. તે જાણે છે કે શું કરવું અને શું ના કરવું? તે રમતની સ્થિતિને સારી રીતે સમજે છે. હું જાણું છું કે જ્યારે તમે પરિસ્થિતિને સમજો છો, ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં, તમે ખરાબ પ્રદર્શન બાદ ઝડપથી પાછા આવી શકો છો.


ઉલ્લેખનીય છે કે, ઈશાંત શર્મા લાંબા સમયથી ભારતીય ટીમની બહાર ચાલી રહ્યો છે. તેણે ભારતીય ટીમ માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ 2021માં કાનપુરમાં ન્યુઝીલેન્ડ સામે રમી હતી. જ્યારે તે 2016થી ODI ક્રિકેટમાં પાછો ફર્યો નથી. ઈશાંત ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટ રમ્યો છે. તેણે 105 ટેસ્ટ મેચમાં 311 વિકેટ, 80 વનડેમાં 115 વિકેટ અને 14 ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં 8 વિકેટ ઝડપી છે.


ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમ


રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર.કે. અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ.


ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ


પેટ કમિન્સ (સી), એશ્ટન અગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, પીટર હેન્ડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લેબુશેન, નાથન લિયોન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મેથ્યુ રેનશો, સ્ટીવ સ્મિથ (વીસી) , મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપ્સન, ડેવિડ વોર્નર.