ICC Cricket World Cup 2023 Final: ICC વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ રવિવારે (19 નવેમ્બર) ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ ફાઇનલમાં મહામુકાબલાની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સટ્ટાબાજીનું બજાર પણ ગરમ બન્યું છે. હાલમાં સટ્ટાબાજીના બજારમાં ભારતનો ભાવ .45 પૈસા અને ઓસ્ટ્રેલિયાનો ભાવ .57 પૈસા છે. સટ્ટાબાજીનો રોમાંચ ટોસથી લઈને છેલ્લા બોલ સુધી ચાલે છે. ફ્રી પ્રેસ જર્નલમાં છપાયેલા અહેવાલ મુજબ, એક બુકીએ કહ્યું કે તેણે આટલું ટેન્શન અને ઉત્તેજના આ પહેલા ક્યારેય જોઈ નથી. મેચને લઈને લોકોમાં એક અલગ જ સ્તરનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.


સટ્ટાબાજી માટે દાઉદ ગેંગ તૈયાર 
ફ્રી પ્રેસ જનરલ અનુસાર, આ દરમિયાન, દાઉદ ઈબ્રાહિમ ગેંગ મુંબઈ, ઈન્દોર, દિલ્હી, અમદાવાદ, કરાચી, દુબઈ અને બેંગકોકમાં ફેલાયેલા તેના બુકીઓના વિશાળ નેટવર્ક દ્વારા સંપૂર્ણ ફોર્મમાં છે. રિપોર્ટ અનુસાર, ભૂતકાળમાં વિનોદ ચેમ્બુર જેવા બુકીઓએ છોટા રાજન ગેંગના સમર્થનથી ડી કંપનીને સટ્ટાબાજીના રેકેટ પર ઈજારો સ્થાપિત કરવાની મંજૂરી આપી ન હતી, પરંતુ વિનોદ ચેમ્બુરના મૃત્યુ પછી દાઉદ ઈબ્રાહિમને લગભગ તમામ સટ્ટાબાજીના સિન્ડિકેટ પર ઈજારો મળી ગયો. 


 






પોલીસના નિશાના પર બુકીઓ
જો કોઈ સિન્ડિકેટ વિજેતા થનારને ચૂકવણી કરવાનો ઇનકાર કરે છે, તો સિન્ડિકેટ ખાતરી કરે છે કે વિજેતાઓને નાણાં ચૂકવવામાં આવે છે. મુંબઈ પોલીસે તાજેતરમાં કેટલાક બુકીઓની ધરપકડ કરી હતી, પરંતુ દાઉદ દ્વારા સુરક્ષિત મુખ્ય ઓપરેટરો મુંબઈ અને અન્ય શહેરોમાં ગુપ્ત સ્થળોએથી કામ કરી રહ્યા છે. પોલીસના રડાર પર હોવાના કારણે તેઓ હવે ફાઈવ સ્ટાર હોટલમાં જવાનું ટાળી રહ્યા છે અને મોબાઈલ ફોન દ્વારા અલગ-અલગ જગ્યાએથી કંટ્રોલ કરી રહ્યા છે.


હાઉસિંગ સોસાયટીઓમાં મેચની તૈયારીઓ
દરમિયાન, રવિવાર (19 નવેમ્બર)ના રોજ યોજાનારી મેગા મેચ માટે ઘણી જીમખાના અને મોટી હાઉસિંગ સોસાયટીઓએ તેમના સભ્યો માટે ખાસ વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત લોકોના ઉત્સાહને વધારવા માટે ભાંગડા ઢોલ, સમોસા અને બિયરના સેંકડો ક્રેટ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજ સાંજથી જ ફેન્સ અમદાવાદ આવવા લાગ્યા છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial