Mahendra Singh Dhoni IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચ મીરપુરમાં રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા પૂરી 50 ઓવર પણ રમી શકી નહોતી. ભારતીય ટીમ 41.2 ઓવરમાં 186 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી કેએલ રાહુલે સૌથી વધુ રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 70 બોલમાં 73 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 5 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ સિવાય મોટાભાગના બેટ્સમેન ફ્લોપ રહ્યા હતા. જો કે ભારતીય બેટ્સમેનોના ફ્લોપ શો બાદ સોશિયલ મીડિયા પર ચાહકો પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને યાદ કરી રહ્યા છે.


હકીકતમાં, સોશિયલ મીડિયા પર ચાહકોનું માનવું છે કે જો પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હોત તો સ્થિતિ આટલી ખરાબ ન હોત. આ સાથે જ ફેન્સ સોશિયલ મીડિયા પર સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સિવાય બાંગ્લાદેશ સામેની પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન પર ચાહકો સતત પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.


 















બાંગ્લાદેશી બોલરોની શાનદાર બોલિંગ


તે જ સમયે, બાંગ્લાદેશ માટે શાકિબ અલ હસને શાનદાર બોલિંગ કરી હતી. શાકિબ અલ હસને 10 ઓવરમાં 36 રન આપીને 5 ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ સિવાય ઇબાદત હુસૈનને 4 સફળતા મળી. જ્યારે મેહદી હસન મિરાજને 1 સફળતા મળી હતી. ઇબાદત હુસૈને 8.2 ઓવરમાં 47 રન આપીને 4 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ મહેંદી હસનની 9 ઓવરમાં 43 રન બનાવ્યા હતા. જોકે ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાન અને હસન મહમૂદને કોઈ સફળતા મળી ન હતી. જોકે, યજમાન બાંગ્લાદેશને આ મેચ જીતવા માટે 187 રનની જરૂર છે.