IND vs BAN Test 2nd Day LIVE: બીજા દિવસની રમત પૂર્ણ, બાંગ્લાદેશનો સ્કૉર 133/8

IND vs BAN 1st Test Day 2: પ્રથમ દિવસે ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરતાં 6 વિકેટના નુકશાને 278 રન બનાવી લીધા હતા, અય્યર અને પુજારાએ શતકીય ભાગીદારી નોંધાવી હતી.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 15 Dec 2022 05:40 PM
ભારતીય બૉલરોનો તરખાટ 

બીજા દિવસે પીચ પર વિકેટોનો વરસાદ જોવા મળ્યો, કુલ 12 વિકેટો પડી, ભારતીય ટીમની ચાર વિકેટો અને બાંગ્લાદેશ ટીમની 8 વિકેટો પડી હતી. ભારતીય બૉલરોનો તરખાટ જોવા મળ્યો, પ્રથમ ઇનિંગમાં કુલદીપ યાદવે 10 ઓવરમાં 33 રન આપીને 4 વિકેટો ઝડપી, તો મોહમ્મદ સિરાજે 9 ઓવરમાં માત્ર 14 રન આપીને 3 મહત્વની વિકેટો પોતાના નામે કરી હતી.  આ ઉપરાંત ઉમેશ યાદવ એકમાત્ર વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. બીજા દિવસની રમત પૂર્ણ, બાંગ્લાદેશનો સ્કૉર 133/8

બીજા દિવસની રમત પૂર્ણ, બાંગ્લાદેશ 133/8

પ્રથમ ટેસ્ટની બીજા દિવસની રમત પૂર્ણ થઇ ગઇ છે, બાંગ્લાદેશની ટીમ બીજા દિવસની રમત દરમિયાન ખુબ નબળી સાબિત થઇ છે, કુલદીપ અને સિરાજની આગળ ટીમે સરેન્ડર કરી દીધુ છે. બાંગ્લાદેશ 44 ઓવર રમીને 8 વિકેટો ગુમાવી દીધી છે અને માત્રે 133 રન જ બનાવી શકી હતી. 

બાંગ્લાદેશ મુશ્કેલીમાં

બાંગ્લાદેશની ટીમ ભારતીય બૉલરો સામે ઘૂંટણીયે પડી ગઇ છે, ટીમે 10 રન પુરા કરી લીધા છે પરંતુ અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ ગઇ છે. 34.2 ઓવરના અંતે 7 વિકેટના નુકશાને 102 રન બનાવી લીધા છે, ક્રિઝ પર મહેદી હસન અને તૈજુલ ઇસ્લામ રમી રહ્યાં છે.

ભારતને બીજી સફળતા

ભારતીય ટીમને શરૂઆતમાં બે સફળતા મળી ગઇ છે, સિરાજે નઝમૂલને આઉટ કર્યા બાદ ઉમેશ યાદવે યાસીર અલીને આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો છે, યાસીર 17 બૉલમાં માત્ર 4 રન બનાવીને આઉટ થયો છે. અત્યારે 4 ઓવરના અંતે બાંગ્લાદેશનો સ્કૉર 2 વિકેટના નુકશાને 6 રન પર પહોંચ્યો છે, ઝાકિર હસન 3 રન અને લિટન દાસ 1 રન બનાવીને રમી રહ્યાં છે.

ભારતને પ્રથમ સફળતા

ટીમના ફાસ્ટ બૉસર મોહમ્મદ સિરાજે બાંગ્લાદેશને પ્રથમ ઝટકો આપ્યો છે, સિરાજે ઓપનર બેટ્સમેને નઝમૂલ હૌસેન શાન્તોને શૂન્ય રને પેવેલિયન મોકલ્યો છે, ભારતને આ સફળતા પ્રથમ ઓવરમાં જ મળી છે, અત્યારે ટીમનો સ્કૉર 

બાંગ્લાદેશની બૉલિંગ સ્થિતિ 

બાંગ્લાદેશની વાત કરીએ તો, ઇસ્લામ અને હસને 4-4 વિકેટો ઝડપી છે, જ્યારે ઇબાદત અને ખાલિદ 1-1 વિકેટો ઝડપવામાં સફળ રહ્યાં હતા. બાંગ્લાદેશે ટીમ ઇન્ડિયાને આઉટ કરવા માટે કુલ 7 બૉલરો અજમાવ્યા હતા, જેમાં માત્ર બે જ બૉલરો વિકેટો લેવામાં સફળ રહ્યાં હતા.

ભારત પ્રથમ ઇનિંગમાં 404 રનમાં ઓલઆઉટ

ટીમ ઇન્ડિયાએ શરૂઆતમાં મળેલી મુશ્કેલી બાદ એક સારો સ્કૉર કરી દીધો છે, પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયા લંચ બાદ ઓલઆઉટ થઇ ગઇ છે, ભારતીય ટીમે 133.5 ઓવરમાં 10 વિકેટો ગુમાવીને 404 રન બનાવ્યા છે, ભારત તરફથી સૌથી વધુ પુજારા 90 રન, અય્યર 86 રન અને રવિચંદ્નન અશ્વિને અર્ધશતકીય ઇનિંગ રમી હતી, આ ઉપરાંત પંતે 46 અને કુલદીપ યાદવે 40 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. 

ભારત પ્રથમ ઇનિંગમાં 404 રનમાં ઓલઆઉટ

ટીમ ઇન્ડિયાએ શરૂઆતમાં મળેલી મુશ્કેલી બાદ એક સારો સ્કૉર કરી દીધો છે, પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયા લંચ બાદ ઓલઆઉટ થઇ ગઇ છે, ભારતીય ટીમે 133.5 ઓવરમાં 10 વિકેટો ગુમાવીને 404 રન બનાવ્યા છે, ભારત તરફથી સૌથી વધુ પુજારા 90 રન, અય્યર 86 રન અને રવિચંદ્નન અશ્વિને અર્ધશતકીય ઇનિંગ રમી હતી, આ ઉપરાંત પંતે 46 અને કુલદીપ યાદવે 40 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. 

રવિ અશ્વિન આઉટ

રવિચંદ્નન અશ્વિન આઉટ થઇ ગયો છે, અશ્વિને 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 113 બૉલમાં મહત્વની 58 રનની ઇનિંગ રમી હતી, આ પછી મહેદી હસને નુરુલ હસનના હાથમાં અશ્વિનને ઝીલાવી દીધો હતો. ટીમનો સ્કૉર 132 ઓવર બાદ 8 વિકેટના નુકશાને 392 રન પર પહોંચ્યો છે.

અશ્વિનની શાનદાર ફિફ્ટી

રવિંચંદ્રન અશ્વિને લંચ બાદ પોતાની વધુ એક ટેસ્ટ ફિફ્ટી પુરી કરી લીધી છે, અશ્વિને માત્ર 91 બૉલમાં 50 રન બનાવ્યા છે, આ સાથે જ અશ્વિનની ટેસ્ટ ક્રિકેટમાં આ 13મી ફિફ્ટી નોંધાઇ છે. 

ટીમ ઇન્ડિયાનો સ્કૉર 350 રનને પાર

લંચ બાદ ટીમ ઇન્ડિયાએ 350 રનનો સ્કૉર પાર કરી દીધો છે. ટીમે 121 ઓવર બાદ 7 વિકેટના નુકશાને 351 રન બનાવ્યા હતા, આ દરમિયાન અશ્વિન અને કુલદીપ ક્રિઝ પર હતા.

લંચ બ્રેક, ભારતીય ટીમ 348/7

ભારતીય ટીમે મેચ પર સારી પકડ બનાવી લીધી છે, બીજા દિવસે લંચ બ્રેક સુધી ટીમ ઇન્ડિયાનો સ્કૉર 120 ઓવરના અંતે 7 વિકેટના નુકશાને 348 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર આર. અશ્વિન 40 રન અને કુલદીપ 21 રન બનાવીને રમી રહ્યા છે. 

ભારતનો સ્કૉર 300 રનને પાર

ટીમ ઇન્ડિયાએ 103 ઓવરના અંતે 300 રનનો આંકડો વટાવી લીધો છે. ટીમ ઇન્ડિયાએ બીજા દિવસની રમતની શરૂઆતમાં આ સ્કૉર હાંસલ કરી લીધો છે, અત્યારે ક્રિઝ પર અશ્વિન 19 રન અને કુલદીપ યાદવ શૂ્ન્ય રન બનાવીને રમી રહ્યાં છે. ટીમ ઇન્ડિયા 300/7 છે.

શ્રેયસ અય્યર આઉટ

ભારતીય ટીમને બીજા દિવસની રમતની શરૂઆતમાં જ મોટો ઝટકો લાગ્યો છે, સેટ બેટ્સમેને શ્રેયસ અય્યર આઉટ થઇને પેવેલિયન ભેગો થયો છે, શ્રેયસ અય્યરને 86 રનના સ્કૉર પર ઇબાદત હૌસેને બૉલ્ડ કર્યો છે, શ્રેયસ અય્યરે 192 બૉલમાં 10 ચોગ્ગાની મદદથી શાનદાર 86 રન બનાવ્યા હતા. 98.2 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 7 વિકેટે 293 રન પર પહોંચ્યો છે. 

બીજા દિવસની રમત શરૂ- અય્યર ક્રિઝ પર

ટીમ ઇન્ડિયાની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગની બીજા દિવસની રમત શરૂ થઇ ચૂકી છે. 95 ઓવર બાદ ટીમ ઇન્ડિયા 6 વિકેટના નુકશાને 284 રન પર પહોંચ્યુ છે, શ્રેયસ અય્યર 184 બૉલમાં 85 રન બનાવીને ક્રિઝ પર છે, તો સામે છેડે આર. અશ્વિન 3 રન બનાવીને રમી રહ્યો છે.

પ્રથમ દિવસની રમતના અંતે ભારત 278/6

પ્રથમ દિવસની રમત પૂર્ણ થઇ ત્યાં સુધી ભારતીય ટીમે શાનદાર લય મેળવી લીધી હતી. ટીમ ઇન્ડિયાએ પ્રથમ દિવસે 90 ઓવરની રમત રમી હતી, જેમાં 6 વિકેટના નુકશાને 278 રન બનાવી લીધા હતા. આ સમયે શ્રેયસ અય્યર 169 બૉલમાં 82 રન બનાવીને અણનમ રહ્યો હતો. 

પ્રથમ દિવસે પુજારા-અય્યર વચ્ચે શતકીય ભાગીદારી

પુજારા અને અય્યર વચ્ચે પ્રથમ દિવસે શાનદાર પાર્ટનરશીપ જોવા મળી હતી. બાંગ્લાદેશ સામે બન્ને બેટ્સમેનેઓ શતકીય ભાગીદારી કરતી છે, 67.1 ઓવરમાં બન્ને વચ્ચે આ 100 રનોની પાર્ટનરશીપ થઇ હતી. 

શ્રેયસ અય્યરની પણ ફિફ્ટી

પ્રથમ દિવસે પુજારા બાદ ધારદાર બેટ્સમેને શ્રેયસ અય્યરે પણ બાંગ્લાદેશ સામે ફિફ્ટી ફટકારી હતી, અય્યરે પ્રથમ દિવસે 169 બૉલમાં 10 ચોગ્ગા સાથે 82 રનની ઇનિંગ રમી હતી. પુજાર અને અય્યરે શાનદાર બેટિંગ કરતા બન્નેએ ફિફ્ટી ફટકારતા બાંગ્લાદેશ બેકફૂટ પર આવી ગયુ હતુ.

પ્રથમ દિવસે પુજારાની ફિફ્ટી 

ભારતીય ટીમના સ્ટાર મીડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ ફરી એકવાર ટેસ્ટ ક્રિકેટમાં પોતાની દમદાર બેટિંગનુ પ્રદર્શન કર્યુ હતુ, પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસે જ પુજારાએ ફિફ્ટી ફટકારી દીધી હતી. પુજારાએ 203 બૉલમાં 11 ચોગ્ગાની મદદથી 90 રનની ઇનિંગ રમી હતી.

ભારતીય ટીમ 

શુભમન ગીલ, કેએલ રાહુલ (કેપ્ટન), ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્નન અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ.

બાંગ્લાદેશી ટીમ

ઝાકિર હસન, નઝમૂલ હુસૈન શાન્તો, લિટાન દાસ, શાકિબ અલ હસન (કેપ્ટન), મુશ્ફિકૂર રહીમ (વિકેટકીપર), યાસિર અલી, નુરુલ હસન, મેહદી હસન મિરાજ, તૈજુલ ઇસ્લામ, ખાલિદ અહેમદ, ઇબાદત હુસૈન.

ભારતની પહેલા બેટિંગ

ભારતીય ટીમના કેપ્ટન કેએલ રાહુલે ટૉસ જીત્યો હતો, પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. જ્યારે યજમાન ટીમ બાંગ્લાદેશને પહેલા બૉલિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ.

ભારત-બાંગ્લાદેશ પ્રથમ ટેસ્ટ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં આજે બીજી દિવસની રમત રમાઇ રહી છે, પ્રથમ દિવસે ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરતાં 6 વિકેટના નુકશાને 278 રન બનાવી લીધા હતા, અય્યર અને પુજારાએ શતકીય ભાગીદારી નોંધાવી હતી. 

બ્રેકગ્રાઉન્ડ

IND vs BAN 1st Test Day 2 Score LIVE Updates: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં આજે બીજી દિવસની રમત રમાઇ રહી છે, પ્રથમ દિવસે ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરતાં 6 વિકેટના નુકશાને 278 રન બનાવી લીધા હતા, અય્યર અને પુજારાએ શતકીય ભાગીદારી નોંધાવી હતી. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.