IND vs BAN Test 2nd Day LIVE: બીજા દિવસની રમત પૂર્ણ, બાંગ્લાદેશનો સ્કૉર 133/8
IND vs BAN 1st Test Day 2: પ્રથમ દિવસે ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરતાં 6 વિકેટના નુકશાને 278 રન બનાવી લીધા હતા, અય્યર અને પુજારાએ શતકીય ભાગીદારી નોંધાવી હતી.

Background
IND vs BAN 1st Test Day 2 Score LIVE Updates: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં આજે બીજી દિવસની રમત રમાઇ રહી છે, પ્રથમ દિવસે ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરતાં 6 વિકેટના નુકશાને 278 રન બનાવી લીધા હતા, અય્યર અને પુજારાએ શતકીય ભાગીદારી નોંધાવી હતી.
ભારતીય બૉલરોનો તરખાટ
બીજા દિવસે પીચ પર વિકેટોનો વરસાદ જોવા મળ્યો, કુલ 12 વિકેટો પડી, ભારતીય ટીમની ચાર વિકેટો અને બાંગ્લાદેશ ટીમની 8 વિકેટો પડી હતી. ભારતીય બૉલરોનો તરખાટ જોવા મળ્યો, પ્રથમ ઇનિંગમાં કુલદીપ યાદવે 10 ઓવરમાં 33 રન આપીને 4 વિકેટો ઝડપી, તો મોહમ્મદ સિરાજે 9 ઓવરમાં માત્ર 14 રન આપીને 3 મહત્વની વિકેટો પોતાના નામે કરી હતી. આ ઉપરાંત ઉમેશ યાદવ એકમાત્ર વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. બીજા દિવસની રમત પૂર્ણ, બાંગ્લાદેશનો સ્કૉર 133/8
બીજા દિવસની રમત પૂર્ણ, બાંગ્લાદેશ 133/8
પ્રથમ ટેસ્ટની બીજા દિવસની રમત પૂર્ણ થઇ ગઇ છે, બાંગ્લાદેશની ટીમ બીજા દિવસની રમત દરમિયાન ખુબ નબળી સાબિત થઇ છે, કુલદીપ અને સિરાજની આગળ ટીમે સરેન્ડર કરી દીધુ છે. બાંગ્લાદેશ 44 ઓવર રમીને 8 વિકેટો ગુમાવી દીધી છે અને માત્રે 133 રન જ બનાવી શકી હતી.




















