IND vs BAN, 1st Test: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચટ્ટોગ્રામમાં રમાઈ રહી છે. મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે. પ્રથમ દિવસે ભારતે 6 વિકેટના નુકસાન પર 278 રન બનાવ્યા હતા. દિવસના અંતે શ્રેયસ અય્યર 82 રન  બનાવી નોટ આઉટ રહ્યો હતો. પ્રથમ દિવસના અંતિમ બોલ પર  અક્ષર પટેલ 14 રન પર આઉટ થયો હતો. પુજારા 89 રન બનાવી આઉટ થયો હતો. પંતે આક્રમક બેટિંગ કરતાં 45 બોલમાં 46 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 22 રન, શુબમન ગિલ 20 રન અને કોહલી 1 રન બનાવી આઉટ થયા હતા. તૈજુલ ઈસ્લામે 84 રનમાં 3 અને મહેદી હસન મિરાઝે 1 તથા ખલીદ અહમદે 1 વિકેટ લીધી હતી.


મેચની 84મી ઓવરમાં શ્રેયસ અય્યર બેટિંગ કરતો હતો. ઈબાદત હુસેનની ઓવરનો 5મો બોલ સ્ટંપને વાગ્યો હતો અને લાલ લાઇટ પણ થઈ હતી, જોકે બેલ્સ પડ્યા નહોતા, જેના કારણે તે નોટ આઉટ રહ્યો હતો. ક્રિકેટના નિયમ મુજબ બેટ્સમેનને આઉટ થવા માટે સ્ટંપ પર બેલ્સ પડવું જરૂરી છે, આ કિસ્સામાં આમ થયું ન હોવાથી શ્રેયસ નોટ આઉટ રહ્યો હતો.






ભારત આ મેચમાં ત્રણ સ્પિનર અને બે ફાસ્ટબોલર સાથે મેદાનમાં ઉતર્યું છે. આ મેચમાં કેએલ રાહુલ કેપ્ટનશિપ કરી રહ્યો છે.


પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાઃ કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકટેકિપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ


બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચોમાં ભારતનો અત્યાર સુધીનો રેકોર્ડ સારો છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 12 મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે 9 મેચ જીતી છે. જ્યારે 2 મેચ ડ્રો રહી છે. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશની ધરતી પર પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે બાંગ્લાદેશમાં 9 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 6 મેચ જીતી છે. જ્યારે 2 મેચ ડ્રો રહી છે.