Arjun Tendulkar Century, Ranji Trophy 2022-23: રણજી 2022-23ની સિઝનની શરૂઆત થઇ ચૂકી છે. આ સિઝનમાં પૂર્વ દિગ્ગજ ભારતીય બેટ્સમેન સચીન તેંદુલકર (Sachin Tendulkar)ના દીકરા અર્જૂન તેંદુલકરે (Arjun Tendulkar) ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યૂ કર્યુ છે. અર્જૂને ગોવા તરફથી પોતાની ફર્સ્ટ ક્લાસ કેરિયરની શરૂઆત કરી છે. તેને પોતાની ફર્સ્ટ ક્લાસની શરૂઆત હુબહુ પિતા સચીન તેંદુલકરની જેમ જ કરી, રાજસ્થાન વિરુદ્ધ રમી રહેલા પોતાની ડેબ્યૂ મેચમાં અર્જૂને શાનદાર સદી ફટકારી દીધી છે. સચીન તેંદુલકરે પણ પોતાની રણજી ડેબ્યૂમાં જ ગુજરાત વિરુદ્ધ સદી ફટકારી હતી. 23 વર્ષીય અર્જૂન તેંદુલકર ટીમમાં બૉલિંગ ઓલરાઉન્ડ તરીકે રમી રહ્યો હતો, પરંતુ બૉલિંગથી પહેલા તેને બેટિંગમાં કમાલ કરી દીધો છે.
ડેબ્યૂ મેચમાં કર્યુ કારનામુ -
આ ખબરને લખવામા આવી ત્યાં સુધી અર્જૂને 195 બૉલમાં 15 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 112 રન બનાવી લીધા હતા. તેને 7માં નંબર પર બેટિંગ કરતા આ કારનામુ કર્યુ છે. બેટિંગ તેને જોરદાર જલવો બિખેર્યો છે. હવે બૉલિંગમાં તેના પર નજર રહેશે. અર્જૂનને ટીમમાં બૉલિંગ ઓલરાઉન્ડ તરીકે સામેલ કરવામાં આવ્યો હતો, તે લેફ્ટ આર્મ મીડિયમ ફાસ્ટ બૉલિંગ કરે છે.
અત્યારુ સુધી કેવી રહી કેરિયર -
અર્જૂન તેંદુલકરે અત્યાર પોતાની કેરિયરમાં 7 લિસ્ટ-એ અને 9 ટી20 મેચો રમી છે, લિસ્ટ -એ ની મેચોમાં તેને બૉલિંગ કરતા 32.37 ની એવરેજથી 8 વિકેટો પોતાના નામે કરી છે. બેટિંગમાં તેને 3 ઇનિંગોમાં 25 રન બનાવ્યા છે, વળી 9 ટી20 મેચોમાં તેને બૉલિંગ કરતા 12 વિકેટો ઝડપી છે, અને બેટિંગમાં પાંચ ઇનિંગમાં માત્ર 20 રન બનાવ્યા છે.
અર્જુન પિતાની ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સનો એક ભાગ છે
બીજી તરફ 23 વર્ષનો અર્જુન ડાબોડી ફાસ્ટ બોલર છે અને બેટિંગ પણ કરી શકે છે. ઘણી વખત તેણે પોતાની બોલિંગથી દિગ્ગજોને પણ ચોંકાવી દીધા છે. તે છેલ્લી બે સિઝનથી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ છે. જો કે, તે હજુ પણ તેની પ્રથમ મેચની રાહ જોઈ રહ્યો છે. સચિન તેંડુલકર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં માત્ર મુંબઈ ઈન્ડિયન્સ માટે જ રમ્યો હતો અને બાદમાં આ ટીમનો મેન્ટર-આઈકન બન્યો હતો.