India vs Bangladesh: વનડે સીરીઝ બાદ ભારતીય ટીમ હવે બાંગ્લાદેશ સામે ટેસ્ટ સીરીઝ રમી રહી છે, સીરીઝની પહેલી મેચ ચટગાંવના ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચમાં રેગ્યૂલર કેપ્ટન રોહિત શર્મા ઇજાના કારણે બહાર હોવાથી ટીમની કમાન કેએલ રાહુલ સંભાળી રહ્યો છે, પરંતુ હવે કેએલ રાહુલ પર ક્રિકેટ ફેન્સ ભડકી ઉઠ્યા છે.
રાહુલે મેચ પહેલા કહ્યું હતુ કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ માટે એગ્રેસિવ ક્રિકેટ રમતો દેખાશે, રાહુલે આ મેચની પહેલી ઇનિંગમાં માત્ર 22 રન બનાવીને આઉટ થઇ ગયો હતો, કેપ્ટન રાહુલની આવી બેજવાબદાર બેટિંગ જોઇને ફેન્સ ભડક્યા છે, અને સોશ્યલ મીડિયા પર ટ્રૉલ કરી રહ્યાં છે.
આ હતી તમારી એગ્રેસિવ ક્રિકેટ -
આઉટ થયા બાદ લોકોએ ટ્વીટર દ્વારા કેએલ રાહુહલને નિશાને લીધો હતો, લોકેએ તેને ટ્રૉલ કરવામાં કોઇ કસર નથી છોડી, એક યૂઝરે લખ્યું- કેટલાક સફેદ બૉલના ખેલાડી હોય છે, કેટલાક લાલ બૉલના ખેલાડી હોય છે, મારો કેએલ રાહુલ ભારતીયોના જજબાત સાથે રમે છે.
વળી બીજા એક યૂઝરે કૉમેન્ટ કરતાં લખ્યું -ટેસ્ટ હારવાની ચિંતા દેખાઇ,, બીજાએ લખ્યું- મને લાગે છે કે કેએલ રાહુલ પહેલો એવો ભારતીય કેપ્ટન હશે જે બાંગ્લાદેશમાં ટેસ્ટ મેચ ગુમાવી દેશે. કંઇપણ સંભવ છે, જ્યારે તમારો લીડર જ ટીમ ઇન્ડિયાનો સૌથી મોટો ગોટાળો હોય, રાખો વધુ વિશ્વાસ..... જુઓ લોકોના ટ્વીટ્સ.......
ભારતીય ટીમ -
શુભમન ગીલ, કેએલ રાહુલ (કેપ્ટન), ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્નન અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ.
બાંગ્લાદેશી ટીમ -
ઝાકિર હસન, નઝમૂલ હુસૈન શાન્તો, લિટાન દાસ, શાકિબ અલ હસન (કેપ્ટન), મુશ્ફિકૂર રહીમ (વિકેટકીપર), યાસિર અલી, નુરુલ હસન, મેહદી હસન મિરાજ, તૈજુલ ઇસ્લામ, ખાલિદ અહેમદ, ઇબાદત હુસૈન.