IND vs BAN, 2nd Test, Day 2 live: ભારત 314 રનમાં ઓલઆઉટ, શાકિબ-તૈજુલ ઈસ્લામની 4-4 વિકેટ

IND vs BAN, 2nd Test: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી બીજી ટેસ્ટનો આજે બીજો દિવસ છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 23 Dec 2022 04:02 PM
IND vs BAN, 2nd Test, Day 2: ભારત પહોંચ્યું બાંગ્લાદેશના સ્કોરની નજીક

IND vs BAN, 2nd Test, Day 2:  60 ઓવરના અંતે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 224 રન છે. રિષભ પંત 86 અને અને અય્યર 56 રને રમતમાં છે. અય્યરે શાનદાર ફોર્મ જાળવી રાખતાં સતત બીજી મેચમાં ફિફ્ટી ફટકારી છે. ભારત બાંગ્લાદેશથી 2 રન પાછળ છે.

IND vs BAN, 2nd Test, Day 2: પંતની ફિફ્ટી

IND vs BAN, 2nd Test, Day 2:  52 ઓવરના અંતે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 170 રન છે. રિષભ પંત 59 અને અને અય્યર 29 રને રમતમાં છે. ભારત બાંગ્લાદેશથી હજુ 57 રન પાછળ છે.



IND vs BAN, 2nd Test, Day 2: લંચ સુધીમાં ભારતે ગુમાવી ત્રણ વિકેટ

IND vs BAN, 2nd Test, Day 2: બીજા દિવસે લંચ સુધીમાં ભારતે 86 રન બનાવી લીધા છે. ભારતના ત્રણ બેટ્સમેનો પેવેલિયન પરત ફરી ચુક્યા છે. કેએલ રાહુલ 10 રન, શુબમન ગિલ 20 અને ચેતેશ્વર પુજારા 24 રન બનવી આઉટ થયા હતા. ત્રણેયની વિકેટ તૈજુમલ ઈસ્લામે ઝડપી હતી. વિરાટ કોહલી 18 અને પંત 12 રને રમતમાં છે. ભારત બાંગ્લાદેશના સ્કોરથી હજુ 141 રન પાછળ છે.

IND vs BAN, 2nd Test, Day 2: ભારત 50 રનને પાર

IND vs BAN, 2nd Test, Day 2:  20 ઓવરના અંતે ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 55 રન છે. ચેતેશ્વર પુજારા 18 અને વિરાટ કોહલી 5  રને રમતમાં છે. આ દરમિયાન ચેતેશ્વર પુજારાએ ટેસ્ટ ક્રિકેટમાં 7000 રન પુરા કર્યા છે. તે ટેસ્ટમાં આ સિદ્ધી મેળવનારો ભારતનો આઠમો ક્રિકેટર છે.

IND vs BAN, 2nd Test, Day 2: ભારતના બંને ઓપનર પેવેલિયન ભેગા

IND vs BAN, 2nd Test, Day 2:  બીજા દિવસની રમતમાં ભારતને બીજો ફટકો લાગ્યો છે. તૈજુમલ ઈસ્લામે ગિલને 20 રને આઉટ કર્યો છે. ભારતની બંને વિકેટ તેણે ઝડપી છે. 15.1 ઓવરના અંતે ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 38 રન છે. ચેતેશ્વર પુજારા 6 રને રમતમાં છે.

IND vs BAN, 2nd Test, Day 2: બીજા દિવસની શરૂઆતમાં ભારતને લાગ્યો મોટો ફટકો

IND vs BAN, 2nd Test, Day 2: મેચના બીજા દિવસની શરૂઆતમાં ભારતને મોટો ફટકો લાગ્યો. કેએલ રાહુલ 10 બનાવી આઉટ થયો. 14 ઓવરના અંતે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 33 રન છે. શુભમન ગિલ 17 અને ચેતેશ્વર પુજારા 4 રને રમતમાં છે.



IND vs BAN, 2nd Test, Day 2: પ્રથમ દિવસે શું થયું

IND vs BAN, 2nd Test, Day 2:  મેચના પ્રથમ દિવસે ટોસ જીતી બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 277 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારત પ્રથમ દિવસે વિના વિકેટે 19 રન બનાવ્યા હતા

બ્રેકગ્રાઉન્ડ

IND vs BAN, 2nd Test:  પ્રથમ બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે આ મેચમાં કુલદીપ યાદવને તક આપી નહોતી. કુલદીપની જગ્યાએ જયદેવ ઉનડકટને તક આપવામાં આવી છે. બાંગ્લાદેશની ટીમ 227 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. મોમીનુલ હકે સર્વાધીક 84 રન બનાવ્યા, ઉમેશ યાદવ અને રવિચંદ્રન અશ્વિને 4 - 4 વિકેટ લીધી. ટીમ ઈન્ડિયામાં 12 વર્ષ કમબેક કરનારા ગુજરાતી ક્રિકેટર જયદેવ ઉનડકટને પણ 2 સફળતા મળી હતી.


બાંગ્લાદેશે કેમ પ્રથમ બેટિંગ લીધી


બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેનું કહેવું છે કે આ વિકેટ પર શરૂઆતના દિવસે બેટ્સમેનોને મદદ મળશે અને બાદમાં સ્પિનરોનો દબદબો રહેશે. બાંગ્લાદેશે આ ટેસ્ટ માટે પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. ટીમ ઈન્ડિયામાં પણ એક ફેરફાર કરવામાં આવ્યો છે.


કુલદીપ યાદવ બહાર


ભારતીય ટીમમાં કુલદીપ યાદવને આ ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેના સ્થાને ભારતીય ટીમે જયદેવ ઉનડકટને તક આપી છે. કેએલ રાહુલના મતે  અહીંની વિકેટ મૂંઝવણભરી છે, વિકેટ પર ઘાસ છે અને આવી સ્થિતિમાં તેણે સ્પિનરને બદલે ફાસ્ટ બોલરને રમાડવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ બાંગ્લાદેશની ટીમમાં યાસિર અલી અને ઇબાદતની જગ્યાએ મોમિનુલ અને તસ્કીન અહેમદને પ્લેઇંગ-11માં સ્થાન આપવામાં આવ્યું છે.


ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન


કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત, આર અશ્વિન, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.