Jaydev Unadkat: ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામેની ઢાકા ટેસ્ટમાં માત્ર એક ફેરફાર સાથે ઉતરી હતી અને આ બદલાવે બધાને ચોંકાવી દીધા હતા. આવું એટલા માટે થયું કારણ કે પ્રથમ ટેસ્ટમાં 'મેન ઓફ ધ મેચ' રહેલા કુલદીપ યાદવના સ્થાને આ ફેરફાર કરવામાં આવ્યો હતો. કુલદીપની જગ્યાએ ડાબોડી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. જયદેવની આ વાપસી એટલા માટે પણ ખાસ છે કારણ કે તે 12 વર્ષ બાદ ટેસ્ટ રમશે.


પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયનમાં રમ્યો હતો.


જયદેવ ઉનડકટની વાત કરીએ તો તેણે 2010માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે સમયે તેને માત્ર એક જ મેચ રમવાની તક મળી હતી. તેણે સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે તેની કારકિર્દીની એકમાત્ર ટેસ્ટ મેચ રમી હતી. હવે 12 વર્ષની લાંબી રાહ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બાદ તેને તેનો પુરસ્કાર મળ્યો છે.


ઉનડકટે અનોખો રેકોર્ડ બનાવ્યો


12 વર્ષ બાદ વાપસી કરી રહેલા ઉનડકટે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે બે ટેસ્ટ મેચ રમવા વચ્ચેના લાંબા અંતરના સંદર્ભમાં બીજા નંબરે પહોંચી ગયો છે. તેની પ્રથમ અને આ ટેસ્ટ વચ્ચે 118 ટેસ્ટ મેચ રમાઈ હતી. આ યાદીમાં ઉનડકટ બીજા નંબરે છે.



  • 142 ગેરેથ બેટી (2005-16)

  • 118 જયદેવ ઉનડકટ (2010-22)*

  • 114 માર્ટિન બિકનેલ (1993-03)

  • 109 ફ્લોયડ રીફર (1999-09)

  • 104 યુનુસ અહેમદ (1969-87)

  • 103 ડેરેક શેકલટન (1951–63)

  • 87 દિનેશ કાર્તિક (2010-18)


મોહમ્મદ શમીના સ્થાને સામેલ કરવામાં આવ્યો હતો


ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થયા બાદ ટીમ ઈન્ડિયામાં જયદેવ ઉનડકટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શમી ઈજાના કારણે વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. પરંતુ ટેસ્ટ સિરીઝ પહેલા પણ તે ઈજામાંથી બહાર આવી શક્યો ન હતો જેના કારણે તેના સ્થાને ઉનડકટને તક મળી હતી.


બીજી ટેસ્ટમાં ત્રણ ગુજરાતીને ભારતીય ટીમમાં મળ્યું સ્થાન


બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે આ મેચમાં કુલદીપ યાદવને તક આપી નથી. કુલદીપની જગ્યાએ જયદેવ ઉનડકટને તક આપવામાં આવી છે. બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. તેનું કહેવું છે કે આ વિકેટ પર શરૂઆતના દિવસે બેટ્સમેનોને મદદ મળશે અને બાદમાં સ્પિનરોનો દબદબો રહેશે. બાંગ્લાદેશે આ ટેસ્ટ માટે પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. ટીમ ઈન્ડિયામાં પણ એક ફેરફાર કરવામાં આવ્યો છે.


કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત, આર અશ્વિન, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.