IND vs BAN 3rd T20I Pitch And Weather Report: ભારત અને બાંગ્લાદેશની ટીમો આ દિવસોમાં ત્રણ મેચની T20 શ્રેણી રમી રહી છે. સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ આજે એટલે કે શનિવાર, 12 ઓક્ટોબરે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય અનુસાર મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની છેલ્લી બંને મેચ જીતી છે. ત્રીજી ટી-20માં વિલન બનશે વરસાદ? તો ચાલો જાણીએ પીચથી લઈને હૈદરાબાદના હવામાન સુધી.


 






રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પીચનો રિપોર્ટ


રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે યોગ્ય માનવામાં આવે છે. ચાહકોને ત્રીજી T20I મેચમાં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. હૈદરાબાદમાં અત્યાર સુધી રમાયેલી 2 T20I મેચોમાં, પ્રથમ બોલિંગ કરનારી ટીમો મોટા લક્ષ્યોનો પીછો કરતી વખતે જીતવામાં સફળ રહી છે.


હવામાન કેવું રહેશે?


આ જાણીને તમે થોડા ચિંતિત હશો, પરંતુ હૈદરાબાદમાં રમાનારી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી T20 દરમિયાન વરસાદ પડી શકે છે, જે મેચની મજા બગાડી શકે છે. હૈદરાબાદમાં શનિવારે એટલે કે મેચની સવારે લગભગ 40 ટકા વરસાદની સંભાવના છે. તે જ સમયે, સાંજે એટલે કે મેચના સમયે, આ સંભાવના 34 ટકા થઈ શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ચાહકોને આખી મેચ જોવા મળે છે કે પછી વરસાદ મજા બગાડે છે.


રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદમાં ટોસની મહત્વની ભૂમિકા



  • અત્યાર સુધી રમાયેલી કુલ T20I મેચો – 2 

  • પ્રથમ બેટિંગ કરનાર ટીમે મેચ જીતી: 0

  • પ્રથમ બોલિંગ કરનાર ટીમે મેચ જીતી: 2

  • પ્રથમ દાવનો સરેરાશ સ્કોર: 196

  • બીજી ઇનિંગ્સનો સરેરાશ સ્કોર: 198

  • સર્વોચ્ચ સ્કોર: ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ- 209/4

  • સૌથી ઓછો સ્કોર: ઓસ્ટ્રેલિયા વિ ભારત - 186/7


સંભવિત પ્લેઈંગ ઈલેવન


અભિષેક શર્મા,સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, મયંક યાદવ, હર્ષિત રાણા.


આ પણ વાંચો...


IPL 2025: હરાજીમાં મને કેટલા રુપિયા મળશે? શું ઋષભ પંત દિલ્હી કેપિટલ્સ છોડશે? ખુલ્લેઆમ કરી જાહેરાત!