IND vs BAN Kanpur Test: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુરમાં બીજી ટેસ્ટ રમાઈ રહી છે. મેચના ચાર દિવસ પૂર્ણ થઇ ગયા છે અને આજે પાંચમો દિવસ છે. ટીમ ઈન્ડિયાએ પોતાની વિસ્ફોટક બેટિંગથી કાનપુર ટેસ્ટને રોમાંચક બનાવી દીધી છે. જ્યાં એક તરફ ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરીને ચાહકોનું મનોરંજન કર્યું તો બીજી તરફ BCCIએ અચાનક એક મોટો નિર્ણય લઈને કાનપુરમાં ટેસ્ટ મેચ રમી રહેલી ટીમ ઈન્ડિયામાંથી ત્રણ ખેલાડીઓને બહાર કરી દીધા છે.
આ ત્રણ ખેલાડીઓની યાદીમાં બેટ્સમેન સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ અને ઝડપી બોલર યશ દયાલનો સમાવેશ થાય છે. હવે તમારા મનમાં સવાલ ઉઠતો જ હશે કે BCCIએ અચાનક આ નિર્ણય કેમ લીધો? તો આ સવાલનો જવાબ છે ઈરાની કપની મેચ.
ઈરાની કપની મેચ 1 થી 5 ઓક્ટોબર દરમિયાન લખનઉના એકાના સ્ટેડિયમમાં મુંબઈ અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે રમાશે. આ મેચમાં ભાગ લેવાના કારણે બોર્ડે ત્રણેય ખેલાડીઓને ભારતીય ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો હતો.
બીસીસીઆઈએ સોમવારે સોશિયલ મીડિયા દ્વારા અપડેટ જાહેર કર્યું અને કહ્યું, "સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ અને યશ દયાલને આવતીકાલથી લખનઉમાં યોજાનાર ઈરાની કપમાં ભાગ લેવા માટે ભારતીય ટેસ્ટ ટીમમાંથી રીલિઝ કરવામાં આવ્યા છે."
વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ અને ઝડપી બોલર યશ દયાલ ઈરાની કપ મેચમાં રેસ્ટ ઓફ ઈન્ડિયાની ટીમનો ભાગ છે. જ્યારે સરફરાઝ ખાન મુંબઈનો ભાગ છે.
ઈરાની કપ માટે રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમ
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), દેવદત્ત પડીક્કલ, અભિમન્યુ ઈશ્વરન, સાઈ સુદર્શન, ઈશાન કિશન (વિકેટકીપર), રિકી ભુઈ, સારંશ જૈન, માનવ સુથાર, મુકેશ કુમાર, ખલીલ અહેમદ, પ્રસિદ્ધ કૃષ્ણા, રાહુલ ચહર, શાશ્વત રાવત, યશ દયાલ, ધ્રુવ જુરેલ
ઈરાની કપ માટે મુંબઈની ટીમ
પૃથ્વી શો, સિદ્ધેશ લાડ, અજિંક્ય રહાણે (કેપ્ટન), શ્રેયસ અય્યર, હાર્દિક તમોર (વિકેટકીપર), શમ્સ મુલાની, શાર્દુલ ઠાકુર, તનુષ કોટિયન, મોહિત અવસ્થી, રોયસ્ટન ડાયસ, સૂર્યાંશ શેડગે, સરફરાઝ ખાન, સિદ્ધાંત અધાતરાવ, હિમાંશુ સિંહ, એમ જુનેદ ખાન, આયુષ મ્હાત્રે.