Team India Test Fastest Fifty World Record: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યારે બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે, સળંગ બે દિવસ વરસાદી વિઘ્ન રહ્યાં બાદ આજે ચોથા દિવસની રમત ચાલુ રહી છે. આ ટેસ્ટ મેચમાં મોમિનુલ હકે સપાટ પીચ પર ધૈર્યપૂર્વક સદી ફટકારી હતી અને ભારતે કેટલાક શાનદાર કેચ પણ પકડ્યાં હતા. જોકે, વરસાદથી પ્રભાવિત બીજી ક્રિકેટ ટેસ્ટના ચોથા દિવસે બાંગ્લાદેશને 233 રન પર રોકી દીધું હતું. આજે ભારતીય ટીમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરી છે આ દરમિયાન એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવ્યો છે.
ટેસ્ટ ક્રિકેટમાં કોઇપણ ટીમ દ્વારા સૌથી ફાસ્ટ 50 રન -
3.0 - ભારત વિરૂદ્ધ બાંગ્લાદેશ 2024
4.2 - ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વેસ્ટ ઇન્ડિઝ 2024
4.2 - ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વેસ્ટ ઇન્ડિઝ 2024
4.3 - ઇંગ્લેન્ડ વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા 1994
4.6 - ઇંગ્લેન્ડ વિરૂદ્ધ શ્રીલંકા 2002
બે દિવસના ખરાબ હવામાન બાદ આજે કાનપુરમાં સૂર્યપ્રકાશ જોવા મળ્યો હતો. બીજા અને ત્રીજા દિવસે કોઈ વિઘ્ન ન હતું આવ્યુ, બાંગ્લાદેશના ટૉપ ઓર્ડર બેટ્સમેન મોમિનુલે તેની 13મી સદી પૂરી કરી હતી પરંતુ તેને બીજા છેડેથી મદદ મળી ન હતી. પ્રથમ દિવસના ત્રણ વિકેટે 107 રનના સ્કોરથી આગળ રમતા બાંગ્લાદેશે છઠ્ઠી ઓવરમાં મુશફિકુર રહીમ (11)ની વિકેટ ગુમાવી દીધી હતી, જે જસપ્રીત બુમરાહની ઓવરમાં બૉલ્ડ થયો હતો. નવા બેટ્સમેન લિટન દાસે (13) બુમરાહને ચોગ્ગો ફટકારીને આત્મવિશ્વાસ સાથે શરૂઆત કરી હતી. આ દરમિયાન, મોહમ્મદ સિરાજના બોલ પર કેચની અપીલથી મોમિનુલને પણ જીવતદાન મળ્યું. જોકે, ડીઆરએસમાં એ ખુલાસો થયો કે યશસ્વી જાયસ્વાલના હાથમાં પહોંચતા પહેલા બોલ બેટ કે ગ્લૉવ્સને સ્પર્શ્યો ન હતો.
પછીના બોલ પર મોમિનુલે સ્ક્વેર લેગમાં ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી. દાસને સિરાજે આઉટ કર્યો હતો જેનો શાનદાર કેચ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મિડ-ઓફમાં કેચ કર્યો હતો. આ કેચ એટલો અદ્ભુત હતો કે દાસ પણ તેને આશ્ચર્યથી જોતો રહ્યો. પોતાની છેલ્લી ટેસ્ટ રમી રહેલો શાકિબ અલ હસન નવ રન બનાવીને આઉટ થયો હતો. સિરાજે મિડ ઓફમાં રવિચંદ્રન અશ્વિનના બોલ પર કેચ પકડ્યો હતો.
આ પણ વાંચો
કાનપુર ટેસ્ટ વરસાદમાં ધોવાશે તો WTC ફાઇનલમાં નહીં પહોંચે ભારતીય ટીમ ? સમજો સમીકરણ