Pujara Century: ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ પણ બાંગ્લાદેશ સામે પોતાની સદી નોંધાવી છે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય બેટ્સમેને કેર બનીને યજમાન બાંગ્લાદેશની ટીમ પર તુટી પડ્યા છે. પ્રથમ ઇનિંગમાં ત્રણ બેટ્સમેનોએ અડધીસદી નોંધાવી હતી, હવે બીજી ઇનિંગમાં બે બેટ્મસેનોએ સદી નોંધાવી છે.


બીજી ઇનિંગમાં અનુભવી બેટ્મસેને ચેતેશ્વર પુજારાએ શાનદાર તાબડતોડ સદી ફટકારી છે. પુજારા ઉપરાંત શુભમન ગીલે પણ શાનદાર પ્રથમ ટેસ્ટ સદી નોંધાવી છે. 


ચેતેશ્વર પુજારાની વાત કરીએ તો....
શુભમન ગીલ બાદ મીડિલ ઓર્ડર અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ પણ આક્રમક અંદાજમાં સદી ફટકારી દીધી છે. પુજારાએ ટેસ્ટમાં આક્રમક રીતે માત્ર 130 બૉલમાં 102 રનની ઇનિંગ રમી હતી, જેમાં 13 ચોગ્ગા સામેલ છે. ખાસ વાત છે કે, ચેતેશ્વર પુજારાએ પોતાની ટેસ્ટ કેરિયરની આ 19મી સદી ફટકારી છે, અને આ સદી છેલ્લી 52 ટેસ્ટ ઇનિંગ બાદ આવી છે. 


જો પ્રથમ ઇનિંગની વાત કરીએ તો....
ચેતેશ્વર પુજારાએ પ્રથમ ઇનિંગમાં પણ શાનદાર બેટિંગ પરફોર્મન્સ આપ્યુ હતુ. પ્રથમ ઇનિંગમાં પુજારાએ 203 બૉલમાં 11 ચોગ્ગા સાથે 90 રન બનાવ્યા હતા, જોકે, તે સદીથી ચૂકી ગયો હતો. તેને ઇસ્લામે બૉલ્ડ કરીને સદી પુરી નહતી કરવા દીધી.


ઓવરઓલ મેચની વાત કરીએ તો.... 
ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 404 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી, જ્યારે બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયાએ 2 વિકેટો ગુમાવીને 258 રને પોતાની ઇનિંગ ડિકલેર કરી દીધી હતી. 


જ્યારે બાંગ્લાદેશની ટીમે પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરતા માત્ર 150 રનના સ્કૉર પર જ ધરાશાયી થઇ ગઇ હતી, 150 રનમાં ઓલઆઉટ થઇ જતાં ટીમ ઇન્ડિયાને મોટી લીડ મળી ગઇ હતી. હવે બીજી ઇનિંગમાં બાંગ્લાદેશને કુલ 512 રનોની વિશાળ લીડ જીત માટે મળી છે. 


શુભમન ગીલની ઉપલબ્ધિ


ખાસ વાત છે કે શુભમન ગીલે જેવી પોતાની 76 રનની ઇનિંગ પુરી કરી, તો તેના નામે એક ખાસ રેકોર્ડ નોંધાઇ ગયો, તેની 76 રનોની ઇનિંગની સાથે જ તે ભારત માટે વર્ષ 2022માં રમાયેલી તમામ ટેસ્ટ મેચોમાં સૌથી મોટો સ્કૉર બનાવનારો ઓપનર બેટ્સમેન બની ગયો હતો. 


આ પહેલા આ વર્ષમાં ભારતીય ટીમની ઓપનિંગ એકદમ ખરાબ રહી હતી, અને કેએલ રાહુલ અને રોહિત શર્મામાંથી કોઇપણ 50નો આંકડો પાર ન હતા કરી શક્યા. આવામાં 2022માં ભારત માટે સૌથી મોટી ઇનિંગ રમવાના મામલામાં તે નંબર 1 પર પહોંચી ગયો છે.