કોલકત્તાઃ ભારતની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટને લઇને સારા સમાચાર સામે આવ્યા છે. બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ (ડે-નાઇટ ટેસ્ટ)ની પહેલા ચાર દિવસની બધી ટિકીટો વેચાઇ ગઇ છે. ભારત પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ 22 નવેમ્બરે બાંગ્લાદેશ સામે કોલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાવાનુ છે.


મંગળવારે સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ટિકીટો વેચાઇ ગઇ છે અને આને લઇને હું ખુબ ખુશ છું. ગાંગુલીએ કહ્યું કે, પહેલા ચાર દિવસની બધી ટિકીટો વેચાઇ ગઇ છે.



ઇડન ગાર્ડન ભારતના સૌથી મોટા સ્ટેડિયમોમાનુ એક છે, અને તેની ક્ષમતા 67000 દર્શકોની છે. ભારતીય ટીમ કોલકત્તા પહોંચી ગઇ છે.



ઉલ્લેખનીય છે કે, ભારત બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ જીતી ચૂક્યુ છે. ભારતે ઇન્દોર ટેસ્ટ 130 રનથી જીતીને 2 ટેસ્ટ મેચોની સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે.