IND vs BAN T20 Score: બાંગ્લાદેશ સામે ભારતની 5 રનથી શાનદાર જીત, પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચ્યુ

Ind vs Ban: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં આજે ભારતીય ટીમની ટક્કર બાંગ્લાદેશ સામે થઇ રહી છે, આજની મેચ બન્ને ટીમો માટે ખુબ મહત્વની છે, આજની જીત બન્ને માટે સેમિ ફાઇનલની દાવેદારી નક્કી કરશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 02 Nov 2022 05:53 PM
5 રનથી જીત્યું ભારત

ટીમ ઇન્ડિયાએ કરો યા મરો જંગમાં છેલ્લી ઓવરમાં જીત હાંસલ કરી છે, ભારતીય ટીમે બાંગ્લાદેશને 16 ઓવરમાં મળેલા 151 રનના ટાર્ગેટને માત્ર 145 રન સુધી સિમિત રાખ્યુ હતુ. બાંગ્લાદેશની ટીમ 16 ઓવરમાં 6 વિકેટો ગુમાવીને 145 રન જ કરી શકી હતી.  આ સાથે જ ભારતીય ટીમની છેલ્લી ઓવરમાં 5 રનથી જીત થઇ હતી.

ભારતને મળી પ્રથમ સફળતા

ભારતને વરસાદ રોકાય બાદ પ્રથમ સફળતા મળી છે, તોફાની બેટિંગ કરી રહેલા લિટન દાસને કેએલ રાહુલે રનઆઉટ કરાવી દીધો છે. લિટન દાસે 27 બૉલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે તાબડતોડ બેટિંગ કરતાં 60 રનની ઇનિંગ રમી હતી. 8 ઓવરના અંતે બાંગ્લાદેશનો સ્કૉર 1 વિકેટના નુકશાને 74 રન પર પહોંચ્યો છે. નજમૂલ 13 રન અને શાકિબ અલ હસન 2 રન બનાવીને ક્રિઝ પર છે.

બાંગ્લાદેશને મળ્યો DLSથી 151 રનોનો ટાર્ગેટ

ટીમ ઇન્ડિયાના ફેન્સ માટે સારા સમાચાર છે, વરસાદ રોકાઇ ગયો છે, અને મેચ શરૂ થઇ ગઇ છે. જોકે વરસાદના કારણે મેચમાં ચાર ઓવરનો કાપ મુકવામાં આવ્યો છે, અને હવે બાંગ્લાદેશને DLS મેથડ પ્રમાણે 16 ઓવરમાં 151 રનોના લક્ષ્યનો પીછો કરવાનો છે. 

મેચમાં વરસાદી વિઘ્ન

બાંગ્લાદેશની બેટિંગ દરમિયાન એડિલેડમાં વરસાદી વિઘ્ન આવ્યુ છે. 7 ઓવર બાદ વરસાદના કારણે મેચ અટકાવાઇ છે, બાંગ્લાદેશની ટીમે 7 ઓવરના અંતે વિના વિકેટે 66 રન બનાવી લીધા છે. નજમૂલ હોસૈન શાન્તો 7 રન અને લિટન દાસ 59 રન બનાવીને ક્રિઝ પર છે. 

લિટન દાસની તોફાની ફિફ્ટી

લિટન દાસે ભારતીય ટીમને બેકફૂટ પર લાવી દીધી છે. લિટન દાસે માત્ર 21 બૉલમાં તાબડતોડ તોફાની બેટિંગ કરતા 51 રનની ઇનિંગ રમી છે. લિટન દાસે 6 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે ફિફ્ટી પુરી કરી છે. લિટન દાસે શમીનના બૉલ પર સિક્સર ફટકારીને પોતાની ફિફ્ટી પુરી કરી છે.

લિટન દાસનું કાઉન્ટર એટેક

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે તાબડતોડ શરૂઆત કરી છે. ઓપનર બેટ્સમેન લિટન દાસે ભારતીય બૉલરો પર કાઉન્ટર એટેક કરવાનુ શરૂ કરી દીધુ છે. લિટન દાસે 19 બૉલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 41 રન બનાવી લીધા છે. ટીમનો સ્કૉર 5 ઓવરના અંતે 44 રન પર પહોંચ્યો છે. લિટન દાસ 41 રન અને નજમૂલ 3 રન બનાવીને ક્રિઝ પર છે.

બાંગ્લાદેશની બેટિંગ શરૂ

185 રનોનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમની શરૂઆત સારી રહી છે. ટીમે 2 ઓવરના અંતે વિના વિકેટે 14 રનનો સ્કૉર કરી લીધો છે. અત્યારે ક્રિઝ પર નજમૂલ હોસૈન શાન્તો 2 રન અને લિટન દાસ 13 રન બનાવીને રમી રહ્યાં છે.

રાહુલ-વિરાટની તાબડતોડ ફિફ્ટી

ભારતીય ઓપનર કેએલ રાહુલે શરૂઆતી સ્ટેજમાં બાંગ્લાદેશના બૉલરો સામે જબરદસ્ત બેટિંગ કરી, તો પાછળની ઓવરોમાં વિરાટ કોહલીએ સારા એવા રન ફટકાર્યા. બન્ને ખેલાડીઓએ અર્ધશતકીય ઇનિંગ રમી હતી. કેએલ રાહુલ 32 બૉલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 50 રન બનાવ્યા હતો, તો વિરાટ કોહલીએ અંત સમય સુધી ક્રિઝ પર રહીને 44 બૉલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 64 રનની ઉપયોગી અર્ધશતકીય ઇનિંગ રમી હતી. 

મહમૂદને 3, શાકિબને 2 વિકેટ

બાંગ્લાદેશ તરફથી તમામ બૉલરોની બરાબરની ધૂલાઇ થઇ હતી, જોકે, યુવા બૉલર હસન મહમૂદ 4 ઓવરમાં 3 વિકેટો ઝડપવામાં સફળ રહ્યો હતો, મહમૂદે 4 ઓવરમાં 47 રન આપ્યા હતા, જ્યારે શાકિબ અલ હસને 4 ઓવર ફેંકીને 33 રન આપીને 2 મહત્વની વિકેટો ઝડપી હતી.

ભારતે બાંગ્લાદેશને જીતવા આપ્યો 185 રનનો ટાર્ગેટ

ભારતીય ટીમે મહત્વની મેચમાં દમદાર બેટિંગનુ પ્રદર્શન કર્યુ, ટૉસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરની રમતના અંતે 6 વિકેટો ગુમાવીને 184 રન બનાવ્યા છે, આ મેચમાં હવે બાંગ્લાદેશને જીતવા માટે 20 ઓવરમાં 185 રનોનો વિશાળ ટાર્ગેટ મળ્યો છે.

વિરાટની દમદાર ફિફ્ટી

રાહુલ બાદ વિરાટ કોહલીએ પણ તાબડતોડ ફિફ્ટી ફટકારી છે. વિરાટ કોહલીએ 37 બૉલમાં 7 ચોગ્ગાના સહારે 50 રનની દમદાર ઇનિંગ રમી છે. અત્યારે ટીમનો સ્કૉર 17 ઓવરના અંતે 5 વિકેટના નુકશાને 150 રન પર પહોંચ્યો છે. ક્રિઝ પર વિરાટ કોહલી 50 રન અને અક્ષર પટેલ શૂન્ય રને રમતમાં છે.

સૂર્યકુમાર યાદવની તોફાની બેટિંગ

ભારતને ત્રીજો ઝટકો સૂર્યકુમાર યાદવના રૂપમાં લાગ્યો છે. સૂર્યકુમાર યાદવ શાકિબ અલ હસનના બૉલ પર બૉલ્ડ થયો છે. સૂર્યકુમારે તાબડતોડ બેટિંગ કરતાં માત્ર 16 બૉલમાં 4 ચોગ્ગા સાથે 30 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. અત્યારે 14 ઓવરના અંતે ટીમનો સ્કૉર 3 વિકેટના નુકશાને 120 રન પર પહોંચ્યો છે. વિરાટ કોહલી 32 રન અને હાર્દિક પંડ્યા 4 રન બનાવીને ક્રિઝ પર છે. 

ભારતની શાનદાર બેટિંગ

ટીમ ઇન્ડિયાની શાનદાર બેટિંગ જોવા મળી રહી છે, ટીમનો સ્કૉર 10 ઓવર બાદ 2 વિકેટના નુકશાને 86 રન પર પહોંચી ચૂક્યો છે. અત્યારે ક્રિઝ પર વિરાટ કોહલી 24 રન અને સૂર્યકુમાર યાદવ 7 રન બનાવીને રમી રહ્યાં છે. 

કેએલ રાહુલ ફિફ્ટી બાદ આઉટ

ભારતને બીજો ઝટકો ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ તરીકે લાગ્યો છે, કેએલ રાહુલે તાબડતોડ બેટિંગ કરતાં 32 બૉલમાં 50 રનની ઇનિંગ રમી હતી, આમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. કેએલ રાહુલ ફિફ્ટી ફટકારીને આઉટ થઇ ગયો હતો.

પાંચ ઓવર પુરી, સ્કૉર 30/1

ટીમ ઇન્ડિયાનો સ્કૉર પાંચ ઓવરના અંતે 1 વિકેટના નુકસાને 30 રન પર પહોંચ્યો છે. કેએલ રાહુલ 18 રન અને વિરાટ કોહલી 9 રન બનાવીને ક્રિઝ પર છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આજની મેચ બન્ને માટે ખુબ મહત્વની છે.

ભારતનો પહેલો ઝટકો, રોહિત આઉટ

ભારતને પહેલો ઝટકો કેપ્ટન રોહિત શર્માના રૂપમાં લાગ્યો છે, રોહિત શર્મા 8 બૉલમાં માત્ર 2 રન બનાવીને હસન મહમૂદના બૉલ પર યાસીર અલીને કેચ આપી બેઠો, હાલમાં ટીમનો સ્કૉર 4 ઓવરના અંતે 1 વિકેટના નુકશાને 22 રન પહોંચ્યો છે, કેએલ રાહુલ 18 રન અને વિરાટ કોહલી 1 રન બનાવીને ક્રિઝ પર છે.

ટીમ ઇન્ડિયામાં એકમાત્ર ફેરફાર

ભારતીય ટીમમાં ગઇ મેચની સરખામણીમાં એકમાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે, ઓલરાઉન્ડર અક્ષર પટેલની વાપસી થઇ છે, અક્ષર પટેલ ટીમમાં દીપક હુડ્ડાની જગ્યાએ રમશે. 

ભારતની પ્લેઇંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, આર. અશ્વિન, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ. 

બાંગ્લાદેશની પ્લેઇંગ 11

નજમૂલ હોસૈન શાન્તો, લિટન દાસ, શાકિબ અલ હસન, અફીક હોસૈન, નુરુલ હસન, મોસાદ્દેક હોસૈન, શોરીફૂલ ઇસ્લામ, યાસિર અલી, તસ્કીન અહેમદ, મુસ્તાફિજરુ રહેમાન, હસન મહમૂદ. 

બાંગ્લાદેશે ટૉસ જીત્યો, ભારતની બેટિંગ

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે સુપર 12 રાઉન્ડની 23મી મેચ રમાઇ રહી છે, મેચમાં બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ભારતીય ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ છે. આજની મેચ એડિલેડ ઓવલ મેદાન પર રમાઇ રહી છે.  

બાંગ્લાદેશે ટૉસ જીત્યો, ભારતની બેટિંગ

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે સુપર 12 રાઉન્ડની 23મી મેચ રમાઇ રહી છે, મેચમાં બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ભારતીય ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ છે. આજની મેચ એડિલેડ ઓવલ મેદાન પર રમાઇ રહી છે.  

બાંગ્લાદેશે ટૉસ જીત્યો, ભારતની બેટિંગ

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે સુપર 12 રાઉન્ડની 23મી મેચ રમાઇ રહી છે, મેચમાં બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ભારતીય ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ છે. આજની મેચ એડિલેડ ઓવલ મેદાન પર રમાઇ રહી છે.  

એડિલેડમાં સવારથી નથી પડ્યો વરસાદ

એડિલેડમાં વરસાદ ન હોવાના સારા સમાચાર છે. એડિલેડમાં સવારથી વરસાદ પડ્યો નથી અને હવામાનને જોતા આગાહી કરવામાં આવી રહી છે કે આજે આખો દિવસ વરસાદ નહીં પડે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.

ભારત-બાંગ્લાદેશ, બન્ને માટે જીત જરૂરી

T20 WC 2022: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ખરાખરીનો મુકાબલો બપોરથી શરૂ થઇ રહ્યો છે, બન્ને ટીમો સુપર 12 રાઉન્ડમાં બે-બે મેચ જીતી ચૂકી છે, અને આજની જીત બન્ને માટે સેમિ ફાઇનલમાં દાવેદારી કરવા માટે ખુબ જરૂરી છે. ભારતીય ટીમ હાલ મજબૂત સ્થિતિમાં છે, પરંતુ એક હાર તમામ સમીકરણો બદલી શકે છે. આવતીકાલે ભારત માટે મહત્વની મેચ છે. આવતીકાલે એડિલેડ ઓવલ મેદાન પર ભારત અને બાંગ્લાદેશની ટીમો આમને સામને ટકરશે. ભારત માટે બાકી બચેલી બન્ને મેચો જીતવી જરૂરી છે. 

ભારતીય ટીમમાં થઇ શકે છે ત્રણ ફેરફાર -

મીડિયા રિપોર્ટ અનુસાર, કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં ત્રણ ફેરફારો કરી શકે છે. ટીમમાં દિનેશ કાર્તિકની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન તરીકે ઋષભ પંતને સ્થાન આપવામાં આવી શકે છે. વળી, બીજી ફેરફારમાં ફરી એકવાર અક્ષર પટેલની વાપસી થઇ શકે છે. દીપક હુડ્ડાની જગ્યાએ ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. વળી રિપોર્ટ છે કે, અશ્વિનની જગ્યાએ યુજવેન્દ્ર ચહલને પણ તક મળી આપવામાં આવી શેક છે.

ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન -

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકિપર), યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.

બાંગ્લાદેશની સંભવિત પ્લેઇંગ ઇલેવન -

નજમુલ હુસૈન શાંતો, સૌમ્ય સરકાર, લિટન દાસ, શાકિબ અલ હસન (કેપ્ટન), અફિફ હુસૈન, યાસિર અલી, મોસાદ્દેક હુસૈન, નુરુલ હસન (વિકેટકિપર), મુસ્તફિઝુર રહેમાન, હસન મહમૂદ, તસ્કીન અહેમદ.

વરસાદ પડશે ? 

વેધર રિપોર્ટ પ્રમાણે છેલ્લા બે દિવસથી એડિલેડમાં સતત વરસાદ પડી રહ્યો છે, અને જો વરસાદ આજે પણ ચાલુ જ રહેશે, તો ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. જો આવુ થશે તો ટીમ ઇન્ડિયાનુ સેમિ ફાઇનલનુ સમીકરણ બગડી શકે છે. હવામાન વિભાગે જાણકારી આપી છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં વરસાદ વિલન બની શકે છે. એડિલેડનુ વાતાવરણ વરસાદી છે. ત્યા તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે, તે સમયે થોડો વરસાદ પણ પડશે. જોકે, હવે મેચ દરમિયાન વરસાદ કેટલી રમત બગાડી શકે છે તો તે કાલે જ ખબર પડશે. 

મેચના દિવસે હવામાન કેવું રહેશે ?

ભારત અને બાંગ્લાદેશની ટીમો બુધવારે એડિલેડમાં સામસામે ટકરાશે. બેટ્સમેનોની દૃષ્ટિએ એડિલેડની વિકેટ વધુ સારી માનવામાં આવે છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ 2માં બીજા નંબર પર છે. જ્યારે ત્રીજા નંબર પર બાંગ્લાદેશ છે. તે જ સમયે, ભારતને હરાવીને દક્ષિણ આફ્રિકા ટોચ પર પહોંચી ગયું છે. આ સંદર્ભમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ હાલમાં ચાહકોના મનમાં પ્રશ્ન એ છે કે શું વરસાદ પરેશાન કરી શકે છે ? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેચના દિવસે વરસાદ પડવાની 95 ટકા સંભાવના છે. આ સિવાય 25-30 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે પવન ફૂંકાશે.

ડ્રોપ-ઇન પિચ પર રમાશે મેચ, શું એડિલેડમાં બેટિંગ સરળ હશે ?

એડિલેડની વિકેટની વાત કરીએ તો, અહીં મેચ ડ્રોપ-ઇન પિચ પર રમાય છે. આ રીતે બેટ્સમેન અને બોલર બંને પાસે વધુ સારી તકો હશે. આ સિવાય ઓસ્ટ્રેલિયાની બાકીની પીચો કરતાં એડિલેડમાં રન બનાવવા વધુ સરળ રહેશે. એવું માનવામાં આવે છે કે એશિયન બેટ્સમેન એડિલેડ સિવાય સિડનીમાં બેટિંગ કરવાનું પસંદ કરે છે, પરંતુ આ સિવાય આ વિકેટ પર બોલરોને પણ મદદ મળશે. ખાસ કરીને ઝડપી બોલરો માટે.

બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનનું વિવાદિત નિવેદન

'ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ જીતવા ઓસ્ટ્રેલિયા આવી છે, પરંતુ...'- 


બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને કહ્યું કે ટીમ ઈન્ડિયા ચોક્કસપણે ફેવરિટ છે, પરંતુ અમે આ મેચમાં અપસેટ કરવા ઈચ્છીશું. તેણે કહ્યું કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપ જીતવા આવી છે, અમારી ટીમ અહીં વર્લ્ડ કપ જીતવા નથી આવી. શાકિબ અલ હસને વધુમાં કહ્યું કે જો અમે ટીમ ઈન્ડિયા સામે જીતવામાં સફળ રહીશું તો અપસેટ થશે. સાથે જ તેણે કહ્યું કે ભારત સામેની મેચમાં અમે અમારા સો ટકા આપીશું.

ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ - 

આજે બપોરે 1.30 વાગ્યાથી ભારત અને બાંગ્લાદેશની ટીમે આમને સામને ટકરાશે. આ બન્ને ટીમો સુપર 12 રાઉન્ડમાં 2-2 મેચો જીતી ચૂકી છે. ભારતે પાકિસ્તાન અને નેધરલેન્ડ્સને હરાવ્યુ છે,તો બાંગ્લાદેશે નેધરલેલેન્ડ્સ અને ઝિમ્બાબ્વેને હરાવ્યુ છે, જોકે, બન્નેએ દક્ષિણ આફ્રિકા સામે મેચ ગુમાવી છે. આ મેચ જીતનારી ટીમ પોતાની સેમિફાઇનલની દાવેદારી મજબૂત કરી શકે છે. હાલમાં ટીમ ઇન્ડિયાનુ પલડુ ભારે લાગી રહ્યું છે. બન્ને ટીમોની વચ્ચે 11 ટી20 મેચો રમાઇ છે, અને ટીમ ઇન્ડિયા 10માં જીત મેળવવામાં સફળ રહી છે.

પૉઇન્ટ ટેબલમાં ભારતની સ્થિતિ 

પૉઇન્ટ ટેબલ પર નજર કરીએ, તો ભારતની સ્થિતિ ખુબ મજબૂત છે, પરંતુ એક હાર ટીમને જોખમમાં મુકી શકે છે. અત્યારે ભારતીય ટીમ પૉઇન્ટ ટેબલમાં 4 પૉઇન્ટ સાથે નંબર બે પર છે. સેમિ ફાઇનલમાં જગ્યા બનાવવા માટે ભારતે પોતાના છેલ્લા બન્ને મુકાબલામાં જીત નોંધાવવી પડશે. પરંતુ જો વરસાદ પડશે, તો પૉઇન્ટની વહેંચણી થઇ જશે અને ભારત માટે ચિંતા રહેશે. 

કેએલ રાહુલને મળશે હજુ તક

અત્યારે ચર્ચા જોરમાં છે કે શું કેએલ રાહુલને બાંગ્લાદેશ સામેની મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે ? જો કે, એવું માનવામાં આવે છે કે ખરાબ ફોર્મ છતાં કેપ્ટન રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ કેએલ રાહુલ પર વિશ્વાસ બતાવી શકે છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામેની મેચમાં દિનેશ કાર્તિકની જગ્યાએ ઋષભ પંતને અજમાવી શકે છે. ખરેખર, દિનેશ કાર્તિક T20 વર્લ્ડ કપ 2022માં અત્યાર સુધી ફ્લોપ રહ્યો છે. આ કારણે માનવામાં આવી રહ્યું છે કે દિનેશ કાર્તિકની જગ્યાએ ઋષભ પંતને તક મળી શકે છે.

બ્રેકગ્રાઉન્ડ

Ind vs Ban: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં આજે ભારતીય ટીમની ટક્કર બાંગ્લાદેશ સામે થઇ રહી છે, આજની મેચ બન્ને ટીમો માટે ખુબ મહત્વની છે, આજની જીત બન્ને માટે સેમિ ફાઇનલની દાવેદારી નક્કી કરશે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.