IND vs BAN Test Day 3 LIVE: ત્રીજા દિવસની રમત પૂર્ણ, બાંગ્લાદેશને જીત માટે હજુ 471 રનની જરૂર

IND vs BAN 1st Test Day 3 Score LIVE Updates: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસની રમત રમાઇ રહી છે,

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 16 Dec 2022 05:17 PM
ત્રીજા દિવસની રમત પૂર્ણ

ત્રીજા દિવસની રમત પૂર્ણ થઇ ચૂકી છે. બાંગ્લાદેશની ટીમ મેચ બચાવવા સંઘર્ષ કરી રહી છે. બાંગ્લાદેશની ટીમે દિવસના અંત સુધીમાં 12 ઓવરની ઇનિંગ રમી છે, આ દરમિયાન ટીમે વિના વિકેટે 42 રન બનાવ્યા છે, આમ છતાં ટીમ હજુ ભારતીય ટીમ કરતાં 471 રન પાછળ છે. જીત માટે બાંગ્લાદેશની ટીમને હજુ 471 રનની જરૂર છે.

ભારતની બીજી ઇનિંગ ડિકલેર- સ્કૉર 258/2

ભારતીય ટીમે બીજી ઇનિંગ ડિકલેર કરી લીધી, ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે બીજી ઇનિંગને 61.4 ઓવર રમીને 2 વિકેટો ગુમાવીને 258 રનોથી ડિકલેર જાહેર કરી દીધી કરી દીધી છે. આ સાથે જ ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે 512 રનોની વિશાળ લીડ મેળવી લીધી છે. 

પુજારાની આક્રમક સદી

શુભમન ગીલ બાદ મીડિલ ઓર્ડર અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ પણ આક્રમક અંદાજમાં સદી ફટકારી દીધી છે. પુજારાએ ટેસ્ટમાં આક્રમક રીતે માત્ર 130 બૉલમાં 102 રનની ઇનિંગ રમી હતી, જેમાં 13 ચોગ્ગા સામેલ છે. ભારતીય ટીમે બાંગ્લાદેશ ઉપર 500થી વધુ રનોની લીડ મેળવી લીધી છે.

ભારતે 450થી વધુની લીડ

પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે મજબૂત સ્થિતિમાં પહોંચી ચૂકી છે, બીજી ઇનિંગ દરમિયાન ટીમે 450થી પણ વધુ રનોની લીડ મેળવી લીધી છે. હાલમાં ક્રિઝ પર બન્ને અનુભવી બેટ્સમેનો પુજારા અને કોહલી રમી રહ્યાં છે. 

પુજારાની સતત બીજી ઇનિંગમાં પણ ફિફ્ટી

ચેતેશ્વર પુજારાએ ફરી એકવાર ફોર્મ બતાવતા સતત બીજી ઇનિંગમાં પણ અર્ધશતકીય ઇનિંગ રમી છે. પુજારાએ 87 બૉલમાં પોતાના 50 રન પુરા કર્યા હતા, આ દરમિયાન તેને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. 

શુભમન ગીલની સદી

ભારતીય ટીમ બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં મજબૂત સ્થિતમાં પહોંચી ચૂકી છે. ગીલે ટેસ્ટ ક્રિકેટમાં પોતનીપહેલી સદી નોંધાવી છે, ગીલે 152 બૉલનો સામનો કરતાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી શાનદાર 110 રનની ઇનિંગ રમી હતી. જોકે, બાદમાં મહેદી હસનની બૉલિંગમાં આઉટ થઇને પેવેલિયન જવુ પડ્યુ હતુ. ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં છે. 51 ઓવર બાદ ભારતનો સ્કૉર 2 વિકેટના નુકશાને 193 રન પર પહોંચ્યો છે. 

ભારતીય ટીમને પ્રથમ ઝટકો

કેપ્ટન કેઅલ રાહુલ ફરી એકવાર ફ્લૉપ સાબિત થયો છે, બીજી ઇનિંગમાં બેટિંગ કરવા ઓપનિંગમાં ઉતરેલા કેએલ રાહુલને માત્ર 23 રનના (62) અંગત સ્કૉર પર ખાલિદ અહેમદે ઇસ્લામના હાથમાં ઝીલાવી દીધો છે. ટીમ ઇન્ડિયા 23 ઓવર બાદ 1 વિકેટના નુકશાને 70 રન પર પહોંચી છે. ગીલ 44 રન અને પુજારા શૂન્ય રન બનાવીને ક્રિઝ પર છે.

ટીમ ઇન્ડિયા 50 રનને પાર

19 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર વિના વિકેટે 60 રન પર પહોંચ્યો છે. કેએલ રાહુલ 22 રન અને શુભમન ગીલ 35 રન બનાવીને ક્રિઝ પર છે. 

લંચ બ્રેક સુધી ટીમ ઇન્ડિયા- 36/0

બીજા દિવસે લંચ બ્રેક સુધી ટીમ ઇન્ડિયાનો સ્કૉર વિના વિકેટે 36 રન પર પહોંચી ચૂક્યો છે. આ સમય સુધી ભારતીય ટીમે બાંગ્લાદેશ પર 290 રનની મોટી લીડ બનાવી લીધી છે. 15 ઓવરના અંતે અત્યારે ક્રિઝ પર કેપ્ટન કેએલ રાહુલ 20 રન અને શુભમન ગીલ 15 રન બનાવીને રમી રહ્યાં છે. 

ભારતીય ટીમની બેટિંગ શરૂ

ભારતીય ટીમની બીજી ઇનિંગની બેટિંગ શરૂ થઇ ચૂકી છે. ટીમ ઇન્ડિયાએ 3 ઓવર બાદ વિના વિકેટે 10 રન બનાવી લીધા છે, કેએલ રાહુલ અને ગીલ ક્રિઝ પર છે.

પ્રથમ ઇનિંગ- ટીમ ઇન્ડિયાને 258 રનોની લીડ

ભારતીય ટીમની વાત કરીએ તો, ટીમના બૉલરોએ તરખાટ મચાવતા યજમાન બાંગ્લાદેશી ટીમને માત્ર 150 સુધી જ સિમીત રાખી હતી, જ્યારે ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 404 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 5 વિકેટો પોતાના નામે કરી હતી કુલદીપે 16 ઓવરમાં 40 રન આપીને 5 વિકેટો ઝડપી હતી, જ્યારે મોહમ્મદ સિરાજે 13 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટો પોતાના નામે કરી હતી, આ સાથે જ ભારતીય ટીમ હવે મજબૂત 258 રનની લીડ સાથે આગળ છે. 

પ્રથમ ઇનિંગ- બાંગ્લાદેશ 150 રનમાં ઓલઆઉટ

બાંગ્લાદેશની ટીમ પ્રથમ ઇનિંગમાં લથડી ગઇ છે, પ્રથમ ઇનિંગમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 55.5 ઓવર રમીને 150 રન જ બનાવી શકી છે, બાંગ્લાદેશની ટીમે 150 રન કર્યા હતા, જેમા સૌથી રહીમે 28 રન, હસને 25 રન અને લિટન દાસે 24 રનની ઇનિંગ રમી હતી, આ સિવાય કોઇપણ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો ન હતો. આ સાથે જ ભારતીય ટીમને પ્રથમ ઇનિંગમાં 258 રનની મજબૂત લીડ મળી ચૂકી છે. 

બાંગ્લાદેશી ટીમ

ઝાકિર હસન, નઝમૂલ હુસૈન શાન્તો, લિટાન દાસ, શાકિબ અલ હસન (કેપ્ટન), મુશ્ફિકૂર રહીમ (વિકેટકીપર), યાસિર અલી, નુરુલ હસન, મેહદી હસન મિરાજ, તૈજુલ ઇસ્લામ, ખાલિદ અહેમદ, ઇબાદત હુસૈન.

ભારતીય ટીમ 

શુભમન ગીલ, કેએલ રાહુલ (કેપ્ટન), ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્નન અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ.

ભારતની પહેલા બેટિંગ

ભારતીય ટીમના કેપ્ટન કેએલ રાહુલે ટૉસ જીત્યો હતો, પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. જ્યારે યજમાન ટીમ બાંગ્લાદેશને પહેલા બૉલિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ.

ભારત પ્રથમ ઇનિંગમાં 404 રનમાં ઓલઆઉટ

ટીમ ઇન્ડિયાએ શરૂઆતમાં મળેલી મુશ્કેલી બાદ એક સારો સ્કૉર કરી દીધો છે, પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયા લંચ બાદ ઓલઆઉટ થઇ ગઇ છે, ભારતીય ટીમે 133.5 ઓવરમાં 10 વિકેટો ગુમાવીને 404 રન બનાવ્યા છે, ભારત તરફથી સૌથી વધુ પુજારા 90 રન, અય્યર 86 રન અને રવિચંદ્નન અશ્વિને અર્ધશતકીય ઇનિંગ રમી હતી, આ ઉપરાંત પંતે 46 અને કુલદીપ યાદવે 40 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. 

બ્રેકગ્રાઉન્ડ

IND vs BAN 1st Test Day 3 Score LIVE Updates: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસની રમત રમાઇ રહી છે, બીજા દિવસે બાંગ્લાદેશની ટીમ બેટિંગમાં ઉતરી હતી, પરંતુ સ્થિતિ એકદમ નાજૂક રહી હતી, અને દિવસના અંતે બાંગ્લાદેશની ટીમે 8 વિકેટો ગુમાવીને 133 રન જ બનાવી શકી હતી. 


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.