India A vs Bangladesh A: ટીમ ઇન્ડિયાની આગામી મહિને બાંગ્લાદેશ પ્રવાસ પહેલા ઇન્ડિયા એ અને બાંગ્લાદેશ એ વચ્ચે બે 4 દિવસીય મેચો રમાવવાની છે, આ બે ચાર દિવસીસ મેચો માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે, ભારતીય ટીમમાંથી ફરી એકવાર પૃથ્વી શૉ નજર અંદાજ કરવામાં આવ્યો છે. તેને મુખ્ય ટીમમાંથી બહાર રખાયો છે પરંતુ હવે ઇન્ડિયા એ ટીમમાં પણ જગ્યા નથી મળી શકી. આ વાતને લઇને ફેન્સ નિરાશ થયા છે. 


પૃથ્વી શૉને ના મળી જગ્યા  -
ભારતના યુવા વિસ્ફોટક બેટ્સમેન પૃથ્વી શૉને એકવાર ફરીથી નિરાશ થવુ પડ્યુ છે. ખરેખરમાં, બાંગ્લાદેશ એ વિરુદ્ધ રમાનારી બે ચાર દિવસીય મેચો માટે તેનુ સિલેક્શન નથી થયુ. વળી, ઇન્ડિયા એ ટીમની કમાન અભિમન્યૂ ઇશ્વરનને સોંપવામાં આવી છે. વળી, આ ટીમમાં ભારતના સ્ટાર ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને ફાસ્ટ બૉલર ઉમેશ યાદવને સામેલ કરવામાં આવ્યા છે. 


બાંગ્લાદેશ પ્રવાસ માટે ઇન્ડિયા એ ટીમ -
અભિમન્યૂ ઇશ્વરન (કેપ્ટન), રોહન કુન્નુમલ, યશસ્વી જાયસ્વાલ, યશ ધુલ, સરફરાજ ખાન, તિલક વર્મા, ઉપેન્દ્ર યાદવ (વિકેટકીપર), સૌરભ કુમાર, રાહુલ ચાહર, જયંત યાદવ, મુકેશ કુમાર, નવદીપ સૈની, અતીત શેઠ, ચેતેશ્વર પુજારા, ઉમેશ યાદવ, કેએસ ભરત.


 


ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં પૃથ્વી શોનું સિલેક્શન નહી થવા પર ભડક્યો આકાશ ચોપડા


આકાશ ચોપરા પૃથ્વી શૉના સમર્થનમાં આવ્યા હતા


પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી પૃથ્વી શૉનું સમર્થન કરતાં લખ્યું કે 'તમે ન્યૂઝીલેન્ડ સામેની ભારતીય ટીમની ટી20 ટીમને જેટલી વધુ જોશો, એટલું જ તમને આશ્ચર્ય થશે કે પૃથ્વી શૉ તેનો ભાગ કેમ નથી. તમે પાવરપ્લેમાં રમવાની શૈલી અને રીત બદલવા માંગો છો. 


તમને જણાવી દઈએ કે પૃથ્વી શૉ T20 ક્રિકેટમાં પોતાની ઝડપી બેટિંગ માટે જાણીતો છે. તેણે તાજેતરની ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં પણ શાનદાર બેટિંગ કરી હતી. તેના ફોર્મને જોઈને દરેકને આશા હતી કે તેને ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 અને વનડે શ્રેણીમાં તક આપવામાં આવશે. જોકે પસંદગી સમિતિએ તેને આ પ્રવાસ માટે પસંદ કર્યો નથી. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો અને ચાહકોએ તેની પસંદગી ન થવા પર નારાજગી વ્યક્ત કરી છે.