India vs Bangladesh 3rd ODI: આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ વનડે મેચોની સીરીઝની અંતિમ વનડે મેચ રમાઇ રહી છે, આજની મેચ ચટગાંવના શાનદાર મેદાન પર રમાઇ રહી છે. પરંતુ મેચ પહેલા એક મોટા સમાચાર હવામાનને લઇને સામે આવ્યા છે, જાણો આજે કેવુ રહેશે હવામાન, વરસાદ પડશે કે નહીં ? 


ભારતીય ટીમની વાત કરીએ તો આજની મેચમાં જીત મેળવવાનો પ્રયાસ કરશે, અને બાંગ્લાદેશ સામે ક્લિન સ્વિપથી બચવા માટે પ્રયત્ન કરશે. તો વળી બીજીબાજુ બાંગ્લાદેશે ભારતને આજે પણ હરાવીને સીરીઝને 3-0થી ક્લિન સ્વિપ સાથે જીતવા પ્રયાસ કરશે. જાણો આજે ચટગાંવનુ કેવું રહેશે હવામાન.... 


કેવી રહેશે હવામાન - 
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વનડે સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ આજે 10મી ડિસેમ્બર શનિવારે રમાઇ રહી છે. બન્ને ટીમો વચ્ચે આ મેચ ચટગાંવના જબૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાઇ રહી છે, આ મેચ પહેલા હવામાન વિભાગે ફેન્સ મોટી ખુશખબરી આપી છે. 


ખરેખરમાં, હવામાન વિભાગે બતાવ્યુ છે કે મેચ દરમિયાન ચટગાવમાં વરસાદ પડવાની સંભાવના બિલકુલ નથી. વળી, શનિવારે અહીં તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહી શકે છે, ક્રિકેટ માટે આ એક શાનદાર વાતવારણ કહી શકાય.


 










--


અંતિમ વનડે મેચનું લાઇવ સ્ટ્રીમિંગ - 
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ રમાઇ રહી છે, અને આવતીકાલે ત્રીજી વનડે મેચ રમાશે. છેલ્લી મેચ 10 ડિસેમ્બર, શનિવારે ભારતીય સમયાનુસર સવારે 11:30 વાગ્યાથી શરૂ થશે. 


આ સીરીઝનું પ્રસારણ સોની સ્પોર્ટ્સ પર થઈ રહ્યું છે. સોની સ્પોર્ટ્સ ટેનની વિવિધ ચેનલો પર લાઈવ મેચ જોવા મળશે. લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ પર થશે. વળી, ક્રિકેટ ફેન્સ આ મેચનો આનંદ ડીડી સ્પૉર્ટ્સ પરથી પણ લઇ શકે છે. આ ઉપરાંત તમે જિઓ ટીવી પરથી પણ મેચ જોઇ શકો છો.