India vs Bangladesh 3rd ODI Match Squad: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ રમાઇ રહી છે, પ્રથમ બે મેચો જીતીને બાંગ્લાદેશે સીરીઝ પર પોતાનો કબજો જમાવી દીધો છે. હવે આગામી ત્રીજી અને અંતિમ વનડે મેચા શનિવારે 10 ડિસેમ્બર રમાશે, પરંતુ આ પહેલા ટીમ ઇન્ડિયાએ પોતાની સ્ક્વૉડમાં મોટો ફેરફાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે બીજી વનડેમાં કેપ્ટન રોહિત શર્માને ફિલ્ડિંગ દરમિયાન આંગળીમાં ઇજા પહોંચતા તે ઇજાગ્રસ્ત થયો હતો, અને હવે તે ત્રીજી વનડે માટે અનઉપલબ્ધ છે. 


બાંગ્લાદેશ સામેની સીરીઝની ત્રીજી વનડેમાં રોહિત શર્માની ગેરહાજરીમાં સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ ટીમની કમાન સંભાળશે. 


બીસીસીઆઇએ જાણકારી આપી છે કે, ત્રીજી વનડે માટે ટીમ ઇન્ડિયાની સ્ક્વૉડમા ફેરફાર કરવામા આવ્યો છે, ત્રીજી વનડેમાં અનુભવી સ્પીનર કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવામા આવ્યો છે. આથી તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થવાની સંભાવના વધી ગઇ છે.


ભારતના સ્ટાર સ્પીનર કુલદીપ યાદવને બાંગ્લાદેશ વિરુદ્ધની ત્રીજી વનડે માટે સ્ક્વૉડમાં સામેલ કરવામા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કુલદીપ યાદવ ટીમ ઇન્ડિયામાં ટેસ્ટ સીરીઝનો પણ ભાગ છે. જો કુલદીપને ટેસ્ટ મેચ પહેલા છેલ્લી વનડેમાં મોકો મળશે તો તેને ટેસ્ટ માટે લયમાં આવવા માટે પ્રેક્ટિસ મળી શકે છે. 
 
છેલ્લી વનડે માટે ટીમ ઇન્ડિયાની સ્ક્વૉડ -
લોકેશ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઇશાન કિશન (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, કુલદીપ યાદવ.


અંતિમ વનડે મેચનું લાઇવ સ્ટ્રીમિંગ - 
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ રમાઇ રહી છે, અને આવતીકાલે ત્રીજી વનડે મેચ રમાશે. છેલ્લી મેચ 10 ડિસેમ્બર, શનિવારે ભારતીય સમયાનુસર સવારે 11:30 વાગ્યાથી શરૂ થશે. 


આ સીરીઝનું પ્રસારણ સોની સ્પોર્ટ્સ પર થઈ રહ્યું છે. સોની સ્પોર્ટ્સ ટેનની વિવિધ ચેનલો પર લાઈવ મેચ જોવા મળશે. લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ પર થશે. વળી, ક્રિકેટ ફેન્સ આ મેચનો આનંદ ડીડી સ્પૉર્ટ્સ પરથી પણ લઇ શકે છે. આ ઉપરાંત તમે જિઓ ટીવી પરથી પણ મેચ જોઇ શકો છો.