IND vs BAN 3 Indian Players Who will Debut T20I: બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે બંને ટીમો T20 શ્રેણી તરફ આગળ વધી રહી છે. આ શ્રેણી યુવા ખેલાડીઓ માટે સુવર્ણ તક પૂરી પાડશે. જ્યાં તેમને તેમની કુશળતા સાબિત કરવાની તક મળશે. આ T20 સિરીઝ 6 ઓક્ટોબરથી રમવાની છે, જેના માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.


ઇન્ટરનેશનલ T20માંથી રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓની નિવૃત્તિ બાદ ટીમમાં નવા અને યુવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ તે ત્રણ ખેલાડીઓ વિશે જેઓ બાંગ્લાદેશ સામેની T20 શ્રેણીથી પોતાની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી શકે છે.


મયંક યાદવ


મયંક યાદવના આઈપીએલ ડેબ્યૂ બાદથી તેના ઈન્ટરનેશનલ ડેબ્યૂની રાહ જોવાઈ રહી છે. હવે તે સંપૂર્ણ રીતે ફિટ હોવાથી તેને બાંગ્લાદેશ સામેની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મયંક એક ઝડપી બોલર છે જે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે. મયંક યાદવે 4 IPL મેચમાં 6.99ની ઈકોનોમી સાથે 7 વિકેટ લીધી છે.


હર્ષિત રાણા
હર્ષિત રાણા લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના ડેબ્યૂની રાહ જોઈ રહ્યો હતો. આઈપીએલ 2024માં તેના શાનદાર પ્રદર્શને તેને બધાના ધ્યાન પર લાવ્યો હતો. તેણે 13 મેચમાં 9.08ની ઈકોનોમીમાં 19 વિકેટ લઈને પોતાની ઝડપી બોલિંગનો જાદુ બતાવ્યો. હર્ષિતની ચોક્કસ લાઇન-લેન્થ અને વિકેટ લેવાની ક્ષમતા તેને બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં ડેબ્યૂ માટે મજબૂત ઉમેદવાર બનાવે છે.


નીતિશ કુમાર રેડ્ડી
નીતિશ કુમાર રેડ્ડીએ IPL 2024માં પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે IPL 2024માં 13 મેચમાં 142.92ના સ્ટ્રાઈક રેટથી 303 રન બનાવ્યા હતા. આ સાથે તેણે બોલિંગમાં 11.62ની ઈકોનોમી સાથે 3 વિકેટ પણ લીધી હતી. ભારતીય T20 ટીમને સંતુલિત ઓલરાઉન્ડરની જરૂર છે અને નીતિશ આ ભૂમિકા સારી રીતે નિભાવી શકે છે.


બાંગ્લાદેશ સામે 3 T20 મેચ માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રીયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જીતેશ શર્મા (વિકેટકીપર), અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, મયંક યાદવ.


આ પણ વાંચો : IND vs BAN: કાનપુરમાં ભારતની જીતના 5 હીરો, આ ખેલાડીઓએ કાનપુરમાં બાંગ્લાદેશની નિકાળી હવા