IND vs BAN : ટીમ ઈન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ પહેલા ભારત માટે માઠા સમાચાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાથની ઈજાને કારણે બાંગ્લાદેશ સામેની આગામી ત્રણ મેચની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે, ઉપરાંત ટેસ્ટ માટે પણ શંકાસ્પદ છે.


બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય ટીમ


ભારતની વનડે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મો. શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, યશ દયાલ.


બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતની ટેસ્ટ ટીમ


રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર,   મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ






પ્રથમ વનડે વરસાદથી ધોવાઇ જશે ? જાણો શું છે હવામાનનું અપડેટ


ભારતીય ટીમ બાંગ્લાદેશ પહોંચી ચૂકી છે. ટીમ ઇન્ડિયાને અહીં 4 ડિેસેમ્બરથી ત્રણ મેચોની વનડે સીરીઝ રમવાની છે. આ સીરીઝની પહેલી મેચ રવિવારે ઢાકામાં રમાશે. બન્ને ટીમો આ મેચ માટે જબરદસ્ત પ્રેક્ટિસ કરી રહ્યાં છે. વળી, મેચ દરમિયાન ઢાકાનુ હવામાન કેવુ રહેશે તેના વિશે હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે. જાણો ડિટેલ્સ.....  


પ્રથમ વનડે વરસાદના કારણે ધોવાશે, ઢાકામાં કેવુ રહેશે હવામાન - 
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે વનડે સીરીઝની પહેલી મેચ 4 ડિસેમ્બરે રમાશે, બન્ને ટીમોએ આ માટે તૈયારીઓ કરી લીધી છે, પરંતુ આ મેચને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખરેખરમાં હવામાન વિભાગે બતાવ્યુ છે કે, મેચ દરમિયાન ઢાકામાં વરસાદ પડવાની સંભવાના બિલકુલ નથી. વળી, રવિવારે અહીંનું તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહી શકે છે. ક્રિકેટની એક શાનદાર રમત માટે આ તાપમાન બિલકુલ યોગ્ય છે, એટલે કહી શકાય મેચમાં વરસાદ વિલન નહીં બની શકે. 


પીચ રિપોર્ટ  - 
ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમની પીચ બેટિંગ માટે ખુબ સારી છે. જોકે મેચ દરમિયાન ભેજ મોટી ભૂમિકા ભજવી શકે છે. આવામાં ટૉસની ભૂમિકા મેચમાં ખુબ મહત્વપૂર્ણ થઇ જશે. આ મેદાન પર કોઇપણ ટીમ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવા માંગશે. આવામાં જોવાનુ એ છે કે ટૉસ કોની તરફ જાય છે.