IND vs BAN, 2nd ODI:  ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઇ રહેલી બીજી એક દિવસીય મેચમાં બાંગ્લાદેશે ભારતને જીતવા 272 રનના ટોર્ગેટ આપ્યો છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 271 રન બનાવ્યા હતા. મહેદી હસને 83 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા. મહમૂદુલ્લાહે 77 રન બનાવ્યા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે 37 રનમાં 3, ઉમરાન મલિકે 58 રન બે તથા મોહમ્મદ સિરાજે 73 રનમાં 2 વિકેટ લીધી હતી.


હસન-મહમૂદુલ્લાહની શાનદાર ભાગીદારી


ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમની નબળી શરૂઆત થઈ હતી. 11 રને પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ 69 રન સુધીમાં 6 વિકેટ ગુમાવી હી. જે બાદ મહમૂદુલ્લાહ (77 રન) અને મહેદી હસન મિરાઝ (100 રન)એ સાતમી વિકેટ માટે 148 રન ઉમેર્યા હતા. 






ભારતની પ્લેઇંગ ઇલેવન


રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), વૉશિંગટન સુંદર, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.


બાંગ્લાદેશની પ્લેઇંગ ઇલેવન


નઝમૂલ હુસેન શાન્તો, લિટન દાસ (કેપ્ટન), અનમુલ હક, શાકિબ અલ હસન, મુશ્ફિકૂર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ, અફીફ હુસૈન, મહેદી હસન મિરાજ (વિકેટકીપર), ઇબાદત હુસૈન, મુસ્તફિઝૂર રહેમાન.


મેચમાં રોહિત શર્માના હાથમાં નીકળ્યું લોહી


બાંગ્લાદેશ સામેની બીજી મેચની બીજી જ ઓવરમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને બોલ વાગ્યા બાદ તેના ડાબા હાથમાંથી લોહી નીકળવા લાગ્યું અને તેને મેદાન છોડવું પડ્યું. ઈજા ગંભીર હોવાનું જણાયું હતું. જ્યારે તે મેદાનની બહાર જઈ રહ્યો હતો ત્યારે તેના હાથમાંથી લોહી ટપકતું હતું. આ બધું બીજી ઓવરના ચોથા બોલ પર થયું જ્યારે અનામુલે એક શોટ માર્યો અને કેચ લેવાની પ્રક્રિયામાં તેના હાથમાં ઈજા થઈ. હાલ તેને એક્સ-રે માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. મોહમ્મદ સિરાજના ઝડપી બોલ પર અનામુલ શોટ ચૂકી ગયો અને બોલ બેટની કિનારી લઈને સ્લિપમાં પહોંચી ગયો જ્યાં રોહિત શર્મા તૈયાર હતો. જો કે, બોલ તેની ધારણા કરતા ઘણો નીચો આવ્યો અને તેના હાથ પર વાગ્યો. આ રીતે તે કેચ પણ ન પકડી શક્યો અને તેના હાથ પર ઈજા થઈ. તે તરત જ તેનો લોહી નીકળતો હાથ પકડીને મેદાન છોડી ગયો. તેમની જગ્યાએ રજત પાટીદાર ફિલ્ડીંગ માટે આવ્યો હતો.