IND vs ENG ODI Score: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું, રોહિતનું શાનદાર પ્રદર્શન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે સિરીઝની પહેલી મેચ આજે ઓવેલમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

gujarati.abplive.com Last Updated: 12 Jul 2022 09:26 PM
ભારતની શાનદાર જીત

ભારતની શાનદાર જીતઃ રોહિત શર્મા અને શિખર ધવને 111 રનનો ટાર્ગેટ 18.4 ઓવરના અંતે મેળવી લીધો છે અને અણનમ રહ્યા છે. રોહિતે 58 બોલમાં 76 રન બનાવ્યા છે અને શિખર ધવને 54 બોલમાં 31 રન બનાવ્યા છે.

રોહિત શર્માનું અર્ધ શતક પુર્ણ

રોહિત શર્માનું અર્ધ શતક પુર્ણ થયું છે. 50 બોલમાં 54 રન સાથે રોહિત શર્મા રમતમાં. 16.3 ઓવરના અંતે ભારતનો સ્કોર 85 રન.

12 ઓવરના અંતે ભારતનો સ્કોર 64 રન

12 ઓવરના અંતે ભારતનો સ્કોર 64 રન પર પહોંચ્યો છે. હાલ રોહિત શ 40 રન અને શિખર ધવન 20 રન સાથે રમતમાં છે.

7 ઓવરના અંતે ભારતનો સ્કોર 37 રન

7 ઓવરના અંતે ભારતનો સ્કોર 37 રન પર પહોંચી ગયો છે. રોહિત શર્મા અને શિખર ધવન હાલ રમતમાં છે.

બુમરાહે મેચની 5મી વિકેટ ઝડપી

ઈંગ્લેન્ડની ટીમ ઓલ આઉટ થઈ. બુમરાહે ડેવિડ વિલીને 21 રન પર આઉટ કર્યો છે. ઈંગ્લેન્ડે 25.2 ઓવરમાં કુલ 110 રન બનાવ્યા. ભારતને જીત માટે 111 રનની જરુર

બુમરાહનો તરખાટ યથાવત

બુમરાહે બ્રેડોન ક્રાસને બોલ્ડ કર્યો. હાલ 23.5 ઓવરમાં ઈંગ્લેન્ડનો સ્કોર 103 રન પર 9 વિકેટ.

ઈંગ્લેન્ડનો સ્કોર 100 રન પર પહોંચ્યો

શરુઆતના ધબડકા બાદ ઈંગ્લેન્ડનો સ્કોર 21.5 ઓવર પર 100 રને પહોંચ્યો છે. હાલ ડેવિડ વિલી 19 રન અને બ્રેડોન ક્રાસ 13 રન સાથે રમતમાં છે.

ઈંગ્લેન્ડનો ધબડકો, 68 રનમાં 8 વિકેટ

ભારતના બોલરો સામે ઈંગ્લેન્ડના ખેલાડીઓ કંઈ ખાસ પ્રદર્શન નથી કરી શક્યા. હાલ ઈંગ્લેન્ડે 68 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી છે. બુમરાહે 4, શમીએ 3 અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ 1 વિકેટ ઝડપી છે. 

બુમરાહે લિવિંગસ્ટોનને બોલ્ડ કર્યો

બુમરાહની શાનદાર બોલિંગ પર લિયામ લિવિંગસ્ટોન 0 રન પર બોલ્ડ થયો. હાલ ઈંગ્લેન્ડનો સ્કોર 26 રન પર 5 વિકેટ. બુમરાહે આ મેચમાં અત્યાર સુધીમાં કુલ 4 વિકેટ ઝડપી.

બુમરાહે લીધી ત્રીજી વિકેટ

છઠ્ઠી ઓવરમાં બુમરાહે જોની બેયરસ્ટોને 7 રન પર આઉટ કર્યો હતો. 6.2 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 22 રન પર 4 વિકેટ.

ત્રણ ઓવરમાં જ ઈંગ્લેન્ડની 3 વિકેટ પડી

બીજી ઓવરમાં બુમરાહે જેસન રોય 0 રન પર અને જો રુટને 0 રન પર આઉટ કર્યો. ત્રીજી ઓવરમાં મોહમ્મદ શમીએ બેન સ્ટોકને 0 પર આઉટ કર્યો છે. હાલ ઈંગ્લેન્ડનો સ્કોર 15 રન પર 3 વિકેટ.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

ઈંગ્લેન્ડ (પ્લેઈંગ ઈલેવન): જેસન રોય, જોની બેરસ્ટો, જો રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર (કેપ્ટન/વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, ક્રેગ ઓવરટોન, ડેવિડ વિલી, બ્રાઈડન કાર્સ, રીસ ટોપલી

વિરાટ કોહલી પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર

વિરાટ કોહલીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેની જગ્યાએ શ્રેયસ અય્યર નંબર 3 પર બેટિંગ કરશે.

ભારતની પ્લેઈંગ ઈલેવન

ભારત (પ્લેઈંગ ઈલેવન): રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ, પ્રસિદ્ધ કૃષ્ણા

ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડે શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ માટે ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

બ્રેકગ્રાઉન્ડ

IND vs ENG ODI Score Live: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણી 12 જુલાઈથી શરુ થવા જઈ રહી છે. ટી-20 સિરીઝની જેમ વન ડેમાં પણ રોહિત શર્મા ટીમની કમાનમાં જોવા મળશે. જોકે વન ડે શ્રેણી દરમિયાન ભારતનું બોલિંગ આક્રમણ સંપૂર્ણપણે બદલાયેલું લાગી શકે છે. ભારતીય સમય પ્રમાણે પ્રથમ વન ડે લંડનના ધ ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 5.30 કલાકથી શરૂ થશે. ઈંગ્લેન્ડની કોશિશ ટી20 સીરિઝમાં મળેલી હારની ભરપાઈ કરવા પર રહેશે.


બંને ટીમોનો એકબીજા સામે કેવો છે રેકોર્ડ


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ODI મેચોમાં ટીમ ઈન્ડિયાનો હંમેશા ઉપર હાથ રહ્યો છે. બંને વચ્ચેની 103 વનડેમાં ભારતે 55 મેચ જીતી છે જ્યારે ઈંગ્લેન્ડે 43 મેચ જીતી છે. બે મેચ ટાઈ રહી છે અને ત્રણમાં કોઈ પરિણામ આવ્યું નથી. જો કે આ વખતે બંને ટીમો બરાબરી પર જણાઈ રહી છે. ભારત સામે ટી20 સિરીઝ હારી ગયેલી ઈંગ્લેન્ડની ટીમ જો રૂટ, બેન સ્ટોક્સ અને જોની બેયરસ્ટોની વાપસીથી થોડી સંતુલિત દેખાઈ રહી છે. જોકે, બોલિંગમાં તે ભારતીય ટીમની સરખામણીમાં નબળી દેખાય છે.


પિચ અને વેધર રિપોર્ટઃ 'ધ ઓવલ'ની પીચમાં આછું લીલું ઘાસ છે. ફાસ્ટ બોલરોને થોડી મદદ મળી શકે છે પરંતુ તાપમાન વધુ હોવાને કારણે વધુ મદદની અપેક્ષા રાખવામાં આવશે નહીં. આજે અહીં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. સ્પિનરોને અહીં થોડી મદદ મળી શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.