IND vs ENG 1st T20: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી પાંચ મેચની T20 સીરીઝ શરૂ થશે. બંને ટીમો વચ્ચે આજે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે પહેલી T20 મેચ રમાશે. આ મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. અહીં ઇંગ્લેન્ડનો રેકોર્ડ ઘણો મજબૂત છે. આવી સ્થિતિમાં કેપ્ટન સૂર્યા અને કોચ ગંભીર ખૂબ જ વિચારપૂર્વક પ્લેઇંગ ઇલેવન તૈયાર કરશે.
રિન્કુ સિંહને નહીં મળે મોકો ?
ટી20 ફોર્મેટના સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન રિન્કુ સિંહ પહેલી ટી20માંથી બહાર થઈ શકે છે. રિન્કુ માટે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવું ખૂબ મુશ્કેલ લાગે છે. ખરેખર, દક્ષિણ આફ્રિકા સામેની T20 સીરીઝમાં રિન્કુના બેટે સારું પ્રદર્શન કર્યું ન હતું. તે ત્રણ ઇનિંગ્સમાં ફક્ત 28 રન જ બનાવી શક્યો. ટીમમાં હવે ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી પણ છે, જે મધ્યમ ક્રમમાં વિસ્ફોટક બેટિંગ તેમજ બૉલિંગ પણ કરી શકે છે. આવી સ્થિતિમાં રિન્કુની જગ્યાએ નીતિશને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકાય છે. રિન્કુને 2024ના T20 વર્લ્ડકપમાં પણ સ્થાન મળ્યું ન હતું.
આ 3 ખેલાડીઓને પણ મોકો મળવો મુશ્કેલ
યુવા ફાસ્ટ બૉલર હર્ષિત રાણાને ઇંગ્લેન્ડ સામેની પહેલી ટી20માં તક મળવી પણ મુશ્કેલ છે. તે ઘણા સમયથી પોતાના ડેબ્યૂની રાહ જોઈ રહ્યો હતો. આ ઉપરાંત વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ અને સ્પિન ઓલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરને પણ બેન્ચ પર બેસવું પડી શકે છે. ટીમમાં ઘણા ઓલરાઉન્ડર ખેલાડીઓ છે. આવી સ્થિતિમાં આ યુવા પ્રતિભાઓને હાલ પૂરતું બેન્ચ પર બેસવું પડી શકે છે.
આ ખેલાડીઓની પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા પાક્કી
ત્રીજા નંબર પર બેટિંગ કરતી વખતે સતત બે સદી ફટકારનાર તિલક વર્મા, ઓપનિંગ કરતી વખતે ત્રણ સદી ફટકારનાર સંજૂ સેમસન, વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્મા, કેપ્ટન સૂર્યકુમાર યાદવ, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે ટીમમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. આ ઉપરાંત બૉલરોમાં અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી અને મોહમ્મદ શમીને પણ તક મળવાની પુષ્ટિ થઈ છે.
આ પણ વાંચો
Vaishnavi Sharma: 4 ઓવર, 5 રન, 5 વિકેટ... કોણ છે વૈષ્ણવી શર્મા જેણે U-19 વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો