India Playing 11 For 1st T20 Against England: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બુધવાર 22 જાન્યુઆરીથી પાંચ મેચની ટી20 શ્રેણી રમાશે. બંને ટીમો વચ્ચેની પહેલી ટી20 મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચ માટે ઇંગ્લેન્ડે પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. આ મેચમાં ભારતની પ્લેઇંગ ઇલેવન કેવી હોઈ શકે છે.


આ ખેલાડીઓને તક મળવી મુશ્કેલ છે


ઇગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટી-20માં યુવા ખેલાડી નીતીશ કુમાર રેડ્ડીને સ્થાન મળવું ખૂબ મુશ્કેલ છે. હર્ષિત રાણાને પણ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરવા માટે રાહ જોવી પડી શકે છે. ઉપરાંત, કોલકાતા ટી20માં વોશિંગ્ટન સુંદરને પણ સ્થાન મળવું મુશ્કેલ છે.


આ પ્લેઇંગ ઇલેવન હોઈ શકે છે


પ્રથમ ટી20માં ઓપનિંગની વાત કરીએ તો વિકેટકીપર સંજૂ સેમસન અને અભિષેક શર્મા ઇનિંગની શરૂઆત કરી શકે છે. આ પછી તિલક વર્મા ત્રીજા નંબરે અને કેપ્ટન સૂર્યા ચોથા નંબરે રમતો જોવા મળી શકે છે. આ પછી રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ મેચ ફિનિશરની ભૂમિકામાં જોવા મળી શકે છે.


કોલકાતાની પિચને ધ્યાનમાં લેતા ભારત આ મેચમાં ત્રણ સ્પિનરો સાથે ઉતરી શકે છે. આમાં અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ અને ​​વરુણ ચક્રવર્તી એક્શનમાં જોવા મળી શકે છે. ઝડપી બોલિંગની જવાબદારી અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમીના ખભા પર રહેશે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાનો ઉપયોગ ત્રીજા ઝડપી બોલર તરીકે કરવામાં આવશે.


ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટી20 માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન


સંજૂ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.


ભારત સામેની પ્રથમ ટી-20 માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન                                         


ફિલ સોલ્ટ, બેન ડકેટ, જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), જેકબ બેથેલ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેમી ઓવરટન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ અને ગસ એટકિન્સન.           


આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા