ઈશાંત શર્માએ લોરેંસની વિકેટ લેવાની સાથે ટેસ્ટ ક્રિકેટમાં 300મી વિકેટ ઝડપી હતી. તે ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ ઝડપનારો ભારતનો માત્ર ત્રીજો ફાસ્ટ બોલર બન્યો હતો. આ પહેલા કપિલ દેવ અને ઝહીર ખાન આ કારનામું કરી ચુક્યા છે. કપિલ દેવે 131 ટેસ્ટમાં 434 વિકેટ અને ઝહીર ખાને 92 ટેસ્ટમાં 311 વિકેટ લીધી છે.
રોરી બર્ન્સ અશ્વિનની બોલિંગમાં આઉટ થયો હતો. તે પછી ડોમિનિક સિબલે અશ્વિનની બોલિંગમાં પૂજારાના હાથે કેચ આઉટ થયો હતો. સિબલેએ 37 બોલમાં 2 ફોરની મદદથી 16 રન કર્યા હતા.
ભારત ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ચેન્નાઈ ખાતે 337 રનમાં ઓલઆઉટ થયું છે. ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 578 રન કર્યા હતા અને તેમને 241 રનની લીડ મળી છે. તેમણે ફોલો-ઓન ન કરવાનો નિર્ણય લીધો. તેમના માટે ડોમ બેસે 4, જ્યારે જેક લીચ, જેમ્સ એન્ડરસન અને જોફરા આર્ચરે 2 વિકેટ લીધી. જ્યારે ભારત માટે ઋષભ પંતે 91, સુંદરે 85 નોટઆઉટ અને ચેતેશ્વર પૂજારાએ 73 રન બનાવ્યા હતા.