અમદાવાદઃ મંગળવારે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટી-20માં ભારતનો 8 વિકેટથી કારમો પરાજય થયો હતો. પરાજયની સાથે 5 મેચની સીરિઝમાં ભારત 2-1થી પાછળ રહ્યું હતું. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ એક શરમજનક રેકોર્ડ પણ બનાવ્યો હતો.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ છેલ્લી બે મેચમાં બેટથી સારુ પ્રદર્શન કર્યું છે, પરંતુ તેણે મેદાનમાં એક શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. જો કે, આઇસીસી અથવા વિશ્વનું કોઈ પણ ક્રિકેટ બોર્ડ કેચ છોડવાનો સત્તાવાર રેકોર્ડ રાખતો નથી. આવી સ્થિતિમાં, કેચ છોડવાના રેકોર્ડમાં, ઘણી વખત તે કેચ પણ મુશ્કેલ હોય છે, અથવા તેમને પકડવું અશક્ય છે. પરંતુ તેમ છતાં કોહલીના નામે અણગમતો રેકોર્ડ નોંધાઈ ગયો છે.
કોહલીએ મેચની 15મી ઓવરમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન જોસ બટલરનો આસાન કેચ છોડ્યો હતો. વર્ષ 2019 થી અત્યાર સુધી ટી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ કેચ છોડનારો ખેલાડી બન્યો હતો. કોહલી આ સમયગાળામાં કુલ છ કેચ છોડી ચુક્યો છે. જેના કારણે ટીમ ઈન્ડિયાએ પણ મુશ્કેલીમાં મુકાવું પડ્યું છે.
આ મામલામાં વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડના ખેલાડી ક્રિસ જોર્ડનના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. ક્રિસ જોર્ડને 2019થી અત્યાર સુધી ટી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 5 કેચ છોડ્યા હતા, પરંતુ હવે 6 કેચ છોડીને વિરાટ કોહલી તેનાથી આગળ નીકળી ગયો છે.
2019થી અત્યાર સુધીમાં સૌથી વધુ કેચ છોડનારા ખેલાડી
1.વિરાટ કોહલી, છ કેચ (ભારત)
- ક્રિસ જોર્ડન, 5 કેચ (ઈંગ્લેન્ડ)
- સ્ટીવ સ્મિથ, 4 કેચ (ઓસ્ટ્રેલિયા)
- યુઝવેંદ્ર ચહલ, 4 કેચ (ઓસ્ટ્રેલિયા)
Rajkot: CM રૂપાણીના હોમટાઉનમાં હોટલ એસોસિએશને સરકાર સામે માંડ્યો મોરચો, જાણો વિગતે