IND vs ENG: લંચ સુધી ઈંગ્લેન્ડનો સ્કોર 74/3, બેયરસ્ટો-સ્ટોક્સે સંભાળી ઈનિંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Mar 2021 11:42 AM (IST)
India vs England, 4th Test LIVE Updates: ભારતીય ટીમમાં બુમરાહના બદલે સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઇંગ્લેન્ડે સ્પિન ફ્રેન્ડલી વિકેટ પર બે ફાસ્ટરને બહાર બેસાડી એક સ્પિનરનો સમાવેશ કર્યો છે.
(ફાઈલ તસવીર)
અમદાવાદના નવનિર્મિત સ્ટેડિયમમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે. ટોસ જીત્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે લંચ સુધીમાં 3 વિકેટના નુકસાન પર 74 રન બનાવી લીધા છે. સ્ટોકસ 24 અને બેયરસ્ટો 28 રન બનાવી રમતમાં છે. 30 રનમાં જ ગુમાવી 3 વિકેટ એક સમયે ઇંગ્લેન્ડે 30 રન સુધીમાં જ ટોચના ત્રણ બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે ધબડકો થશે તેમ લાગતું હતું. પરંતુ તે પછી ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ મક્કમ બેટિંગ કરી હતી અને વિકેટ ગુમાવી નહોતી. અક્ષર પટેલે બે અને મોહમ્મદ સિરાજે એક વિકેટ લીધી હતી. બંને ટીમોએ કર્યા ફેરફાર ભારતીય ટીમમાં બુમરાહના બદલે સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઇંગ્લેન્ડે સ્પિન ફ્રેન્ડલી વિકેટ પર બે ફાસ્ટરને બહાર બેસાડી એક સ્પિનરનો સમાવેશ કર્યો છે. તેમજ સ્પિન સામે સંઘર્ષ કરતી બેટિંગ લાઈનઅપને મજબૂત કરવા એક્સ્ટ્રા બેટ્સમેન સાથે રમી રમી રહી છે. આર્ચર અને બ્રોડને બહાર કરીને તેના સ્થાને ડોમ બેસ અને ડેન લોરેન્સને સ્થાન આપ્યું છે. ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે, વી. સુંદર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઇશાંત શર્મા અને મોહમ્મદ સિરાજ. ઈંગ્લેન્ડની ટીમ: ડોમ સિબલે, ઝેક ક્રોલે, જોની બેરસ્ટો, જો રૂટ (કપ્તાન), બેન સ્ટોક્સ, ઓલી પૉપ, બેન ફોક્સ (વિકેટકીપર), ડેનિયલ લોરેન્સ, ડોમ બેસ, જેક લિચ, જેમ્સ એન્ડરસન