ક્રિકેટમાં ભારતના લોકોનો જીવ છે. ક્રિકેટ રમતા આવડતું હોય કે ન હોય પરંતુ તેને ક્રિકેટ મેચ જોવામાં રસ ચોક્કસ હોય છે. પરંતુ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ક્રિકેટની મેચ દમરિયાન એક એવી ઘટના બની જેને જોઈને બધાને આશ્ચર્ય થયું. અહીં મેચ દમરિયાન મેન ઓફ ધ મેત બનેલ ખેલાડીને ઇનામમાં 5 લિટર પેટ્રોલ આપવામાં આવ્યું. લોકોનું કહેવું છે કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલની વધતી કિંમતને લઈને આ વિરોધ વ્યક્ત કરવાની રીત છે. જોકે આ ઘટના સામે આવ્યા બાદ તેને લઈને સોશિયલ મીડિયા પર અનેક મીમ્સ પણ શેર કરવામાં આવી રહ્યા છે

વાત એમ છે કે, કોંગ્રેસ નેતા મનોજ શુક્રાએ ભોપાલના કરોદ વિસ્તારમાં સ્થાનીક લેવલ પર ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું. રવિવારે આ ટૂર્નામેન્ટની ફાઈલ મેચ હતી. ફાઈનલ મેચ સનરાઈઝર્સ 11 અને શગીર તારિક 11 ટીમની વચ્ચે હતી. ફાઈનલ મેચ સનરાઈઝર્સ 11એ જીતી લીધી હતી. ફાઈનલ મેચમાં જીત બાદ સલાઉદ્દીન અબ્બાસીને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો.


જ્યારે સલાઉદ્દીન અબ્બાસીને ઇનામ આપવા મંચ પર બોલાવવામાં આવ્યો ત્યારે બધા આશ્ચર્યમાં મુકાઈ યા. તેને 5 લિટર પેટ્રોલ ભરેલ એક કેન આપવામાં આવ્યું. તેને જોઈ મેદાનમાં લોકો હસવા લાગ્યા. ટૂર્નામેન્ટના આયોજક મનોજ શુક્લાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, પેટ્રોલ ડીઝલની વધતી કિંમતનો વિરોધ કરવાનો આનાથી સારી તક કોઈ ન હોઈ શકે છે.


પેટ્રોલ કેન ઉપર લખ્યું હતું કે ‘મોદી બ્રાન્ડ અનમોલ પેટ્રોલ’, 5 લિટરની કિંમત 510 રૂપિયા. સાથે જ પીએમ મોદીની એક તસવીર પણ લગાવવામાં આવી હતી. હવે સોશિયલ મીડિાય પર આ તસવીર વાયરલ થઈ રહી છે. નોંધનીય છે કે, મધ્યપ્રદેશમાં કેટલાક વિસ્તારમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર કરી ગયા છે. જ્યારે સામાન્ય પે્ટરોલનો ભાવ 98 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે.