એન્ટિગાઃ શ્રીલંકાની ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે છે. આજે બંને ટીમો વચ્ચે પ્રથમ ટી-20 રમાઈ હતી. મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ફેંસલો લીધો હતો. શ્રીલંકાની ટીમ  20 ઓવરમાં 9 વિકેટે 131 રન બનાવ્યા હતા.

મેચ જીતવા 132 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાન પર ઉતરેલી કેરેબિયન ટીમનો સ્કોર 52 રન પર 0 વિકેટથી 62 રન પર 4 વિકેટ થઈ ગયો હતો. જે બાદ કેપ્ટન પોલાર્ડે કેપ્ટન ઈનિંગ રમી હતી. તેણે 11 બોલમાં 6 છગ્ગાની મદદથી 38 રન ફટકાર્યા હતા. પોલાર્ડે આ તમામ છગ્ગા અકિલા ધનજયની ઓવરમાં ફટકાર્યા હતા.

આ પહેલા ધનજંયે હેટ્રિક લીધી હતી અને તે પછી પોલાર્ડ ફરી વળ્યો હતો. પોલાર્ડની આ ઈનિંગ બાદ સોશિયલ મીડિયા પર હેશટેગ યુવરાજ સિંહ, હેશટેગ 6 સિક્સ ટ્રેન્ડ થયું હતું. યુવરાજ સિંહે 2007ના ટી-20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામે બ્રોડની ઓવરમાં છ છગ્ગા ઠોક્યા હતા.



જે બાદ 2017માં સાઉથ આફ્રિકાની હર્ષલ ગિબ્સે નેધરલેન્ડ સામે આ પરાક્રમ કર્યુ હતું. જ્યારે આજે પોલાર્ડે શ્રીલંકા સામે અકલ્પનીય ઈનિંગ રમી હતી. જેની સાથે કિરોન પોલાર્ડ આંતરરાષ્ટ્રીય ટી-20માં એક જ ઓવરમાં છ છગ્ગા ફટકારનારો ત્રીજો ક્રિકેટર બન્યો હતો.

Coronavirus: અમદાવાદ માટે ચિંતાનજક સમાચાર, ફરીથી કોરોનાના કેસમાં થઈ રહ્યો રોકેટ ગતિએ વધારો, જાણો કેટલા કેસ નોંધાયા

Vadodara: 3 વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગતા એક સપ્તાહ માટે શાળા બંધ, વાલીઓમાં ફફડાટ