India vs England 4th Test: ઇગ્લેન્ડ સામે રાંચી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો પાંચ વિકેટે વિજય થયો હતો. આ સાથે ભારતે પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં 3-1ની અજેય લીડ હાંસલ કરી લીધી છે.  ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટ મેચ પાંચ વિકેટે જીતી લીધી છે. ભારતીય ટીમે રમતના ચોથા દિવસે (26 ફેબ્રુઆરી) ટી- બ્રેક અગાઉ 192 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. શુભમન ગિલ 52 રન બનાવીને અણનમ રહ્યો હતો અને ધ્રુવ જુરેલ 39 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ જીત સાથે ભારતીય ટીમે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. પાંચમી અને છેલ્લી ટેસ્ટ શ્રેણી 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે.






ભારતીય ટીમનો તેના ઘરઆંગણે આ સતત 17મી શ્રેણી વિજય છે.  2012માં એલિસ્ટર કૂકની કેપ્ટનશીપ હેઠળની ઈંગ્લેન્ડની ટીમ સામે હાર્યા બાદ ભારતીય ટીમ ઘરની ધરતી પર સતત સારું પ્રદર્શન કરી રહી છે. તેણે રમેલી 48 ટેસ્ટ મેચોમાંથી તેણે 39માં જીત મેળવી છે. આ દરમિયાન તેને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો.


આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારત માટે ધ્રુવ જુરેલ અને શુભમન ગીલે છઠ્ઠી વિકેટ માટે અણનમ 72 રનની ભાગીદારી કરી હતી. જુરેલ 39 રન બનાવીને અણનમ રહ્યો હતો અને શુભમન 52 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ સિવાય કેપ્ટન રોહિત શર્માએ 55 રનની ઇનિંગ રમી હતી.


ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ હતો. ટોસ જીત્યા બાદ ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 353 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતનો પ્રથમ દાવ 307 રન પર સમાપ્ત થયો હતો. ઈંગ્લેન્ડની ટીમે 46 રનની લીડ મેળવી હતી. ઈંગ્લેન્ડનો બીજો દાવ 145 રનમાં સમેટાઈ ગયો હતો. આવી સ્થિતિમાં તેની કુલ લીડ 191 રનની થઈ ગઈ હતી.


આજે ચોથા દિવસે ભારતે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 40 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ભારતને પહેલો ફટકો યશસ્વી જયસ્વાલના રૂપમાં લાગ્યો હતો. તે 37 રન બનાવી શક્યો હતો. ત્યારબાદ રોહિત શર્મા પણ ટેસ્ટ કારકિર્દીની 17મી અડધી સદી ફટકારીને પેવેલિયન પરત ફર્યો હતો. તે ટોમ હાર્ટલીનો શિકાર બન્યો હતો. રોહિત 55 રન બનાવી શક્યો હતો. રજત પાટીદાર ફરી નિષ્ફળ રહ્યો હતો અને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. રવિન્દ્ર જાડેજા પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને ચાર રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.


બશીરે સતત બે બોલ પર જાડેજા અને સરફરાઝ ખાનને પેવેલિયન મોકલ્યા હતા. સરફરાઝ ખાતું ખોલાવી શક્યો ન હતો અને કેચ આઉટ થયો હતો. આ પછી જુરેલ અને શુભમને શાનદાર બેટિંગ કરી અને ભારતને જીત અપાવી હતી. શુભમને તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી અડધી સદી ફટકારી હતી. પ્રથમ દાવમાં 90 રન બનાવ્યા પછી ધ્રુવે બીજી ઇનિંગમાં પણ સારી બેટિંગ કરી હતી.