Gujarat Giants vs Mumbai Indians:  વુમન્સ પ્રીમિયર લીગ 2024ની ત્રીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું હતું. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 18.1 ઓવરમાં 5 વિકેટે 129 રન બનાવીને 5 વિકેટે મેચ જીતી લીધી હતી. મુંબઈ તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા.


 






વિમેન્સ પ્રીમિયર લીગની ત્રીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને પાંચ વિકેટે હરાવી ટુર્નામેન્ટમાં પોતાની જીતનો સિલસિલો જાળવી રાખ્યો હતો. MIની આ જીતમાં કેપ્ટન હરમનપ્રીત કૌરનું મહત્વનું યોગદાન હતું. તેણે 46 રનની અણનમ ઇનિંગ રમી હતી. આમાં એમેલિયા કારે તેને સપોર્ટ કર્યો હતો. બંને વચ્ચે 50 બોલમાં 66 રનની મોટી ભાગીદારી થઈ હતી જેને લી તાહુહુએ તોડી હતી. મુંબઈએ 11 બોલ બાકી રહેતા આ મેચ જીતી લીધી હતી.


127 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમને ત્રીજી ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો હતો. યસ્તિકા સાત રન બનાવીને આઉટ થઈ હતો. હિલી મેથ્યુઝે પણ સાત રનનું યોગદાન આપ્યું હતું. બ્રન્ટ 18 બોલમાં 22 રન બનાવીને આઉટ થઈ હતી. અમેલિયા કર 25 બોલમાં 31 રન બનાવીને આઉટ થઈ હતી. જો કે, કેપ્ટન હરમને એક છેડો સાચવીને ટીમને જીત અપાવી હતી. તેમણે ધોની સ્ટાઈલમાં સિક્સર ફટકારી ટીમને સતત બીજી જીત અપાવી હતી.


પ્રથમ બેટિંગ કરતા ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી તનુજા કંવરે સૌથી વધુ 28 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી કરે ચાર વિકેટ લીધી હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી ગુજરાત જાયન્ટ્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પહેલા પાવરપ્લેમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. વેદ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગઈ હતો. હરલીન માત્ર 8 રન બનાવી શકી હતી. ગુજરાતે ત્રીજી ઓવરમાં જ બંને રિવ્યુ ગુમાવી દીધા હતા. લિચફિલ્ડ માત્ર સાત રન બનાવી શકી હતી. હેમલતાએ ત્રણ રન બનાવ્યા હતા. કેપ્ટન બેથ મૂની 22 બોલમાં 24 રન બનાવીને આઉટ થઈ હતી. ગાર્ડનરે 15 અને સ્નેહ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ હતી. તનુજાએ 28 રન બનાવ્યા હતા અને લી તાહુહુ પણ ખાતું ખોલાવી શકી નહોતી.


મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. હરમનપ્રીતના નેતૃત્વમાં ટીમે પ્રથમ સિઝનમાં ખિતાબ જીત્યો હતો. બીજી સિઝનમાં ટીમે રોમાંચક જીત સાથે શરૂઆત કરી છે. મુંબઈએ ચાલુ ટૂર્નામેન્ટની તેમની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું.