IND vs ENG 4th Test: ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા છે. મુકેશ કુમારને રાંચી ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં સામેલ થવાની તક મળી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ છે.
બીસીસીઆઈએ કહ્યું હતું કે બુમરાહને લાંબી શ્રેણીને ધ્યાનમાં રાખીને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે કેએલ રાહુલને ફિટનેસના કારણે ચોથી ટેસ્ટ મેચમાંથી બહાર થવું પડ્યું હતું. રાહુલ ત્રીજી ટેસ્ટ મેચ પણ રમી શક્યો ન હતો. એટલું જ નહીં, તે ધર્મશાલામાં રમાનાર છેલ્લી અને 5મી ટેસ્ટ મેચમાં રમશે કે નહીં તે તેની ફિટનેસ પર નિર્ભર રહેશે.
બુમરાહ અને કેએલ રાહુલ ચોથી ટેસ્ટ મેચમાંથી બહાર
ફાસ્ટ બોલર મનોજ કુમારની ટીમમાં વાપસી થઇ છે, તેને ત્રીજી ટેસ્ટ મેચ પહેલા રીલિઝ કરી દેવામાં આવ્યો હતો. ત્રીજી ટેસ્ટ પહેલા કેએલ રાહુલની જગ્યાએ દેવદત્ત પડિક્કલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પડિક્કલ ટીમ સાથે જોડાયેલો રહેશે અને તેને ચોથી ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક પણ મળી શકે છે. આ સિવાય રજત પાટીદારને ચોથી ટેસ્ટના પ્લેઈંગ 11માંથી બહાર કરવામાં આવી શકે છે. રજત પાટીદાર બે ટેસ્ટમાં કોઈ જાદુ બતાવી શક્યો ન હતો અને ચાર ઇનિંગ્સમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો ન હતો.
ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે
રોહિત શર્માની ટીમ પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. પ્રથમ મેચ ઇંગ્લેન્ડે જીતી હતી જ્યારે બીજી મેચ ભારતે જીતી હતી. ભારતે રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ 434 રનના વિશાળ માર્જિનથી જીતીને 2-1ની લીડ મેળવી હતી. હવે ટીમ ઈન્ડિયા રાંચીમાં મેચ જીતીને શ્રેણી જીતવા ઈચ્છશે. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ કોઈપણ કિંમતે શ્રેણી બરોબરી કરવાનો પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં ચોથી ટેસ્ટ ખૂબ જ કપરી હોવાની આશા છે.
ફાસ્ટ બોલર મનોજ કુમારની ટીમમાં વાપસી
ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), દેવદત્ત પડિક્કલ, આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ