IND Vs ENG: ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ ટી20 મેચની સીરીઝનો અંતિમ મુકાબલો આજે રમાશે. હાલ બંને દેશ વચ્ચે શ્રેણી 2-2 સરભર છે. ટીમ ઈન્ડિયાને આ મહત્વની મેચમાં વાઈસ કેપ્ટન રોહિત શર્મા પાસે ધણી આશા છે. રોહિત શર્મા પાસે આ ટી 20 મેચમાં રેકોર્ડ બનાવવાની મોટી તક છે. રોહિત શર્મા અત્યાર  સુધીમાં ટી 20 ક્રિકેટમાં આશરે 22 રનરેટથી 2800 રન બનાવી ચૂક્યો છે. 


રોહિત શર્મા હાલ ટી20 ઈન્ટરનેશનલમાં ત્રીજો સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન છે. જો રોહિત શર્મા આજની મેચમાં 40 રન અથવા તેનાથી વધારે રન બનાવવામાં સફળ થશે તો તે વિરાટ કોહલી બાદ બીજો સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બની જશે.


રોહિત શર્મા અત્યાર  સુધીમાં ટી 20 ક્રિકેટમાં આશરે 22 રનરેટથી 2800 રન બનાવી ચૂક્યો છે.  તેનાથી વધારે રન બનાવનારા ખેલાડીઓમાં કેપ્ટન વિરાટ કોહીલ અને ન્યૂઝિલેન્ડના સ્ટાર બેટ્સમેન્ માર્ટીન ગુપ્ટિલ છે. વિરાટ કોહલી અત્યાર સુધીમાં ટી20 ક્રિકેટમાં 3079 રન બનાવ્યા છે. 40રનની ઈનિંગ રમતા જ રોહિત શર્મા સૌથી વધારે  રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ગુપ્ટિલને પાછળ છોડી બીજા સ્થાન પર પહોંચી જશે.



ગુપ્ટિલને પાછળ છોડવાની તક


માર્ટિન ગુપ્ટિલ 2839 રન સાથે બીજા સ્થાન પર છે. અંતિમ મુકાબલામાં 40રનની ઈનિંગ રમતા જ રોહિત શર્મા સૌથી વધારે  રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ગુપ્ટિલને પાછળ છોડી બીજા સ્થાન પર પહોંચી જશે.


ટેસ્ટ સીરીઝમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કરનાર રોહિત શર્માને પ્રથમ બે ટી20માં આરામ આપવામાં આવ્યો હતો. ત્રીજી ટી 20મેચમાં રોહિત શર્મા ટીમમાં વાપસી થઈ પરંતુ તે ટેસ્ટ સીરીઝની લય ન જાળવી શક્યો. રોહિત શર્મા એ પ્રકારનો ખેલાડી છે જે કોઈપણ મેચમાં મોટી ઈનિંગ રમવાની ક્ષમતા રાખે છે.  જેને લઈને ટીમ ઈન્ડિયાને આ નિર્ણાયક મેચમાં રોહિત શર્મા પાસે એક મોટી ઈનિંગની આશા છે.