IPL 2021: ભારતીય  ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનની તૈયારી કરી લીધી છે. બીસીસીઆઈએ આઈપીએલ 2021 માટે ભારત અને ઈંગ્લેન્ડના ખેલાડીઓને વિશેષ છૂટ આપી છે. બોર્ડે આઈપીએલની 14મી સીઝન માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે.


બીસીસીઆઈએ બાયો બબલને લઈ જાહેર કરેલી ગાઇડલાઇન્સમાં જણાવ્યું છે કે ભારત અને ઇંગ્લેન્ડના ખેલાડીઓએ આઈપીએલ 2021 માટે ક્યુરેન્ટાઇનમાં જવું નહીં પડે. તેઓ સીધા જ તેમની ફ્રેન્ચાઇઝીની બાયો બબલ દાખલ કરી શકશે. જો કે, આ ખેલાડીઓએ ફ્રેન્ચાઇઝની ટીમ હોટેલમાં ટીમ બસ અથવા ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા આવવાનું રહેશે.


આ ઉપરાંત બીસીસીઆઈએ રાષ્ટ્રીય ટીમ સાથે પેહલાથી જ બાયો બબલમાં હોય તેવા ખેલાડીઓને પણ છૂટ આપી છે. તેઓ સીધા જ પોતાની ફ્રેન્ચાઇઝીના બાયો બબલમાં પ્રવેશ કરી શકશે. જેનો સીધો ફાયદો દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓને થશે.


આઈપીએલની 14મી સીઝન માટે 12 બાયો બબલ બનાવાશે. જેમાં આઠ બાયો બબલ ટીમ અને સપોર્ટ સ્ટાફ માટે હશે. જ્યારે બે બાયો બબલ મેચ અધિકારીઓ તથા ટીમ મેનેજમેન્ટ માટે અને બે બાયો બબલ બ્રોડકાસ્ટ કમેંટેટર અને ક્રૂ માટે હશે.


બીસીસીઆઈએ કહ્યું કે, જે ટીમ માલિક બાયો બબલમાં આવવા ઈચ્છતા હોય તેમણે હોટલ રૂમમાં 7 દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે. બીસીસીઆઈ પ્રત્યેક ફ્રેન્ચાઇઝી માટે ચાર સિક્યુરિટી સ્ટાફ નિમણૂક કરશે. જે બાયો સિક્યોર એન્વાયરમેંટના નિયમો પર નજર રાખશે.


બીસીસીઆઈએ આઈપીએલ 2021માં લાળના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત બોલ સ્ટેન્ડ કે મેદાનથી બહાર જાય ત્યારે સેનિટાઇઝ કરાશે.


 Coronavirus New Strain:  કોરોનાના નવા સ્ટ્રેઈનથી તાવ-ખાંસી-માથાના દુખાવાની નહીં પણ આ તકલીફની કરી દર્દીઓએ ફરિયાદ, જાણો ચોંકાવનારી વિગત


Gujarat Assembly:  રૂપાણી સરકારે ભાજપનાં આ મહિલા પ્રવક્તાને 60 હજારના પગારે નોકરીએ રાખ્યાનો આક્ષેપ, જાણો કોણ છે આ નેતા  ?


રાશિફળ 20 માર્ચ:   આ 6 રાશિના જાતકોને થઈ શકે છે મોટું નુકસાન, જાણો તમામ રાશિનુ આજનું રાશિફળ