IND vs ENG: વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે ઓવલમાં યાદગાર પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડને 157 રનથી ધૂળ ચટાવી હતી. ભારતે આ મેદાન પર 50 વર્ષ બાદ ટેસ્ટ જીતી હતી. હવે બંને ટીમો વચ્ચે સીરિઝની પાંચમી અને અંતિમ મેચ શુક્રવાર, તા. 10 સપ્ટેમ્બરથી માંચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાશે. આ દિવસે ગણેશ ચતુર્થી પણ છે. હાલ ભારત પાંચ મેચની સીરિઝમાં 2-1થી આગળ છે. મેચ પહેલા ભારતે પ્રેક્ટિસ કરી હતી. ભારત માટે સારી વાત એ છે કે પૂજારા પણ ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો. તે ચોથી ટેસ્ટમાં રન લેતી વખતે ઈન્જર્ડ થયો હતો અને ફિલ્ડિંગમાં પણ ઉતર્યો નહોતો.


માંચેસ્ટરમાં કેવો છે ભારતનો રેકોર્ડ


માંચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં ટીમ ઈન્ડિયા 1936થી રમે છે. ભારતીય ટીમ અહીંયા અત્યાર સુધીમાં 9 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન ચાર મુકાબલામાં હાર થઈ છે, જ્યારે 5 મેચ ડ્રો થઈ છે. એટલે કે 85 વર્ષથી ભારત આ મેદાન પર જીતી શક્યું નથી.


યજમાન ઈંગ્લેન્ડ અત્યાર સુધીમાં આ મેદાન પર કુલ 81 ટેસ્ટ મેચ રમ્યું છે. જેમાંથી 31 મેચમાં જીત અને 15માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 35 મેચ ડ્રો રહી છે.






2014માં ટીમ ઈન્ડિયાની કારમી હાર થઈ હતી આ મેદાન પર


ભારતીય ટીમ માંચેસ્ટરમાં અંતિમ વખતે 2014માં ટેસ્ટ મેચ રમી હતી. તે સમયે ઈંગ્લેન્ડે એક ઈનિંગ અને 54 રનથી હાર આપી હતી. તે મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ભારતે પ્રથમ ઈનિંગમાં માત્ર 152 રન બનાવ્યા હતા. ધોનીએ સર્વાધિક 71 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી બ્રોડે 6 વિકેટ ઝડપી હતી અને યજમાન ટીમે બટલર, રૂટ અને બેલની અડધી સદીથી 367 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં ભારત 162 રનમાં ખખડી ગયું હતું. અશ્વિને અણનમ 46 રન બનાવ્યા હતા અને મોઇન અલીએ 4 વિકેટ ઝડપી હતી.


આ પણ વાંચોઃ આઈપીએલ દરમિયાન કેટલા RT-PCR ટેસ્ટ થશે ? કેટલા સભ્યોની મેડિકલ ટીમ રહેશે હાજર


IND vs ENG: ઈંગ્લેન્ડમાં T20 અને વન ડે સીરિઝ રમશે ટીમ ઈન્ડિયા, આ રહ્યું પૂરું શિડ્યૂલ


Shikhar Dhawan Divorced: શિખર ધવન પહેલા આ ભારતીય ક્રિકેટરોના થઈ ચુક્યા છે છૂટાછેડા, જાણો કોણ કોણ છે લિસ્ટમાં