IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 1 જૂલાઈથી એજબેસ્ટન ખાતે પાંચ ટેસ્ટ મેચની સીરિઝની છેલ્લી અને નિર્ણાયક મેચ રમાશે. આ ટેસ્ટ વર્ષ 2021 માં કોરોના વાયરસને કારણે રદ કરવામાં આવી હતી. હાલમાં ટીમ ઈન્ડિયા સીરિઝમાં 2-1થી આગળ છે. પરંતુ તાજેતરમાં ન્યૂઝિલેન્ડ સામેની ક્લીન સ્વીપ બાદ ઈંગ્લેન્ડનો આત્મવિશ્વાસ ઉંચો છે. ભારતીય ટીમ પણ આ મેચ જીતવામાં કોઈ કસર છોડવા માંગતી નથી.
એજબેસ્ટનમાં ભારતનો રેકોર્ડ
એજબેસ્ટન સ્ટેડિયમમાં ભારતનો અગાઉનો રેકોર્ડ સારો નથી. ભારત આ મેદાન પર ક્યારેય કોઈ ટેસ્ટ મેચ જીત્યું નથી. ભારતે બર્મિંગહામમાં એજબેસ્ટન સુધી કુલ 7 મેચ રમી હતી, જેમાંથી ભારત 6 વખત હારી ગયું છે, જ્યારે એક ટેસ્ટ અનિર્ણિત રહી હતી. જો ભારત 1 જૂલાઈથી શરૂ થનારી ટેસ્ટમાં જીત નોંધાવશે તો આ સ્ટેડિયમમાં ટીમની પ્રથમ જીત હશે.
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા હજી સુધી ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચમાંથી બહાર નથી થયો. ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે આ વાતની પુષ્ટી કરી છે.
દ્રવિડે રિપોર્ટને ફગાવ્યા
અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એજબેસ્ટન ખાતે રમાનાર ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાંથી રોહિત શર્મા બહાર થઈ ગયો છે અને રોહિતની જગ્યાએ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવામાં આવ્યો છે. પરંતુ હેડ કોચ રાહુલ દ્રવિડે આ બધા સમાચારને ફગાવી દીધા છે.
ટેસ્ટ સીરિઝના પરિણામો
- પ્રથમ ટેસ્ટ: ડ્રો
- બીજી ટેસ્ટઃ ભારત જીત્યું
- ત્રીજી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ જીત્યું
- ચોથી ટેસ્ટઃ ભારત જીત્યું
- પાંચમી ટેસ્ટઃ 1લી જૂલાઈથી
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, હનુમા વિહારી, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
ઇગ્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
એલેક્સ લી, જૈક ક્રાઉલી, ઓલી પોપ, જો રૂટ, જૉની બેયરસ્ટો, બેન સ્ટોક્સ, બેન ફોક્સ/ સૈમ બિલિંગ્સ, મૈટી પોટ્સ/ જેમી ઓવરટન, સ્ટુઅર્ટ બ્રોડ, જૈક લીચ, જેમ્સ એન્ડરસન