India vs England 5th Test, Rohit Sharma Update: ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ પહેલાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા કોરોના પોઝિટીવ થયો હતો. ત્યારે રોહિત શર્મા ટેસ્ટ મેચ રમશે કે નહી તે સવાલનો જવાબ મળી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોનામાંથી સ્વસ્થ થઈ રહેલા રોહિત શર્મા પાંચમી ટેસ્ટમાં નહીં રમે અને તેના સ્થાને ગુજરાતી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને સુકાનીપદ સોંપવામાં આવ્યું છે.
ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ શરુ કરીઃ
તમને જણાવી દઈએ કે રોહિત શર્મા કોવિડ 19 પોઝિટિવ છે અને હાલમાં આઈસોલેશનમાં છે. ત્યારે ટીમ ઈન્ડિયાએ આજે રોહિત શર્માની ગેરહાજરીમાં એજબેસ્ટન ખાતે પ્રેક્ટિસ શરૂ કરી હતી. હવે આ ટેસ્ટ મેચમાં જસપ્રિત બુમરાહ ભારતની કમાન સંભાળશે. આ ટેસ્ટ વર્ષ 2021માં કોરોના વાયરસને કારણે રદ કરવામાં આવી હતી. હાલમાં ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે. પરંતુ તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામેની ક્લીન સ્વીપ બાદ ઈંગ્લેન્ડની ટીમ ફોર્મ છે. ત્યારે આ ટેસ્ટ મેચમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે કાંટાની ટક્કર થવાની છે.
જુઓ પ્રેક્ટિસનો વીડિયોઃ
ફક્ત બે મેચ જીતીને હાર્દિક પંડ્યાએ રચ્યો ઈતિહાસ, સહેવાગ-ધવનને પણ પાછળ છોડ્યા...
ભારત અને આયરલેન્ડ (Ireland vs India) વચ્ચે બે T20 મેચોની સીરીઝની બીજી મેચ (India vs Ireland 2nd T20) મંગળવારે ધી વિલેજ, ડબલિનમાં રમાઈ હતી. ભારતે આ મેચમાં 4 રનથી જીત મેળવી હતી અને સીરીઝ પોતાના નામે કરી હતી. આ પહેલાં ઈન્ડિયાએ સીરીઝની પહેલી મેચ 7 વિકેટથી જીતી હતી. છેલ્લી મેચમાં જીત સાથે કેપ્ટન હાર્દિક પંડ્યાએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હાર્દિકે 3 ભારતીય કેપ્ટનોને આ રેકોર્ડમાં પાછળ છોડી દીધા છે.
આ ખેલાડીઓને પાછળ છોડ્યાઃ
હાર્દિક પંડ્યા (Hardik Pandya) ટી20માં ભારતની કપ્તાની કરનાર 9મો કેપ્ટન છે. આ પહેલાં 8 દિગ્ગજ ભારતીય ક્રિકેટરો ટી20 મેચોમાં ભારતની કમાન સંભાળી ચુક્યા છે. બીજી ટી20માં જીત મેળવીને હાર્દિક પંડ્યા બે ટી20 મેચ જીતનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. આ પહેલાં વિરેન્દ્ર સહેવાગ, અજિંક્ય રહાણે અને શિખર ધવનની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયા 1-1 ટી20 મેચ જીત્યું છે. એવામાં આયરલેન્ડ સામેની સીરીઝ જીતીને હાર્દિક પંડ્યાએ આ ખેલાડીઓને પાછળ છોડ્યા છે.