IND Vs ENG 3rd Test Match Playing 11: અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આજથી ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે ચાર ટેસ્ટની સીરીઝની ત્રીજી મેચ રમાશે. આ સીરીઝનના આ એકમાત્ર ડે નાીટ ટેસ્ટ છે અને તેમાં પિંક બોલનો ઉપયોગ થશે. પિંક બોલને જોતા બન્ને ટીમોમાં સ્પિનની જગ્યાએ ફાસ્ટ બોલરને પ્રાથમિકતા આપવામાં આવશે. ટીમ ઇન્ડિયામાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી નક્કી છે જ્યાહે ઇંગ્લેન્ડની ટીમમાં પણ પોતાના અનુભવી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને મેદાન પર ઉતારશે.


છેલ્લી ટેસ્ટની તુલનામાં ટીમ ઇન્ડિયામાં બે ફેરફાર જોવા મળી શકે છે. બન્ને ફેરફાર ભોલિંગ વિભાગમાં થશે. કુલદીપ યાદવના સ્થાન પર જસપ્રીત બુમરાહને પ્લેઇંગ 11માં વાપસી થશે. ઉમેશ યાદવે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ અંતિમ બે ટેસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઉમેશની પાસે બે પિંક બોલ ટેસ્ટ રમવાનો અનુભવ છે માટે તેને મોહમ્મદ સિરાજના સ્થાન પર પ્લેઇંગ 11માં તક મળશે.

બેટિંગના ક્રમમાં ટીમ ઇન્ડિયામાં કોઈ ફેરફાર નહીં થાય. રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરશે. ચેતેશ્વર પુજારા નંબર ત્રણ પર રમશે, જ્યારે વિરાટ અને રહાણે ચોથા-પાંચમાં નંબર પર રમશે. નંબર 6 પર રિષભ પંત રમશે. અશ્વિન અને અક્ષર પટેલ બોલિંગની સાથે બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરશે.

ઇંગ્લેન્ડની ટીમમાં આટલા ફેરફારની શક્યતા

માનવામાં આવી રહ્યું છે કે આજની ડે-નાઇટ ટેસ્ટમાં જીત હાંસલ કરવા માટે ઇંગ્લિશ ટીમ અડધી બદલાઇ શકે છે. ચેન્નાઇની હારને ભૂલીને ઇંગ્લિશ ટીમમાં આજે મેચ વિનર ખેલાડીઓની એન્ટ્રી લગભગ નક્કી છે. રિપોર્ટ છે કે, આજની પ્લેઇંગ ઇલેવનમાં ઓપનર રૉરી બર્ન્સની જગ્યાએ જેક ક્રાઉલીને મોકો આપવામાં આવી શકે છે.

મોઇન અલીની ઇંગ્લેન્ડ પરત ફરવા પર હવે ટીમ એક જ સ્પીનરથી કામ ચલાવશે. જોકે ઓલી સ્ટૉનની જગ્યાએ ફાસ્ટ બૉલર જોફ્રા આર્ચરની વાપસી થવાની છે. આ ઉપરાંત સ્ટુઅર્ટ બ્રૉડની જગ્યાએ જેમ્સ એન્ડરસનને સામેલ કરાશે. આ સિવાય ક્રિસ વૉક્સ કે પછી માર્ક વૂડને પણ કોઇ ત્રીજા બૉલર તરીકે રમવાનો મોકો આપવામાં આવી શકે છે.