મેચને નિહાળવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગાંધીનર સ્થિત રાજભવનથી સીધા મોટેરા સ્ટેડિયમ જશે. તેઓ 11.30 વાગ્યે સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે અને ત્યાર બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ નિહાળશે. રાષ્ટ્રપતિ કોવિંદ ત્રણ વાગ્યા સુધી મેચ નિહાળશે અને ત્યાંથી સીધા અમદાવાદ એરપોર્ટ માટે રવાના થશે. 3.30 વાગ્યે એરપોર્ટથી દિલ્હી માટે રવાના થશે.
સીરિઝ 1-1થી બરાબર
હાલ ચાર ટેસ્ટ મેચની સીરિઝ 1-1થી બરાબર છે. તેથી બંને ટીમો ડે નાઇટ ટેસ્ટ મેચ જીતીને સીરિઝમાં લીડ લેવા માંગશે. પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો 227 રનથી વિજય થયો હતો. જ્યારે બીજી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 317 રનથી હરાવી શ્રેણી સરભર કરી હતી.
કેટલા વાગે શરૂ થશે મેચ
ભારતીય સમય મુજબ બપોરે 2.30 કલાકે મેચ શરૂ થશે. 2.00 કલાકે ટોસ થશે. ટેસ્ટ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે. જ્યારે ઓનલાઈન સ્ટ્રીમિગ હોટસ્ટાર નેટવર્કથી જોઈ શકાશે.