બીસીસીઆઈ દ્વારા ટ્વીટર પર ટ્વીટ કરવામાં આવેલ આ વીડિયોમાં મેદાન પર રહેલ ખાલી ખુરશી બતાવવામાં આવી છે. સાથે જ તેમાં દર્શકોનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. બીસીસીઆઈએ આ વીડિયો શેર કરતાં લખ્યું, “ભારતીય ટીમના પ્રિય ફેન્સ, અમે મેદાન પર તમને મીસ કરી રહ્યા છીએ, પરંતુ હવે અમે બીજી ટેસ્ટ મેચ માટે દર્શકોનું સ્વાગત કરવા માટે પૂરી રીતે તૈયાર છીએ. ચેપકના મેદાન પર તમને ચીસો પાડતા જોવા માટે અમે રાહ જોઈ રહ્યા છીએ.”
વેચાઈ ગઈ છે તમામ ટિકિટ
આ મેચ માટે 50 ટકા એટલે કે લગભગ 15 હજાર દર્શકોને મેદાન પર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. મેચની તમામ ટિકિટ વેચાઈ ગયી છે અને દર્શકો પ્રથમ દિવસના મેચની મજા લેવા માટે મેદાનમાં પ્રવેશવા માટે ઉત્સુક છે. ટિકિટનું વેચાણ શરૂ કર્યાના કલાકમાં જ તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી.
નોંધનીય છે કે, વિતેલા વર્ષે માર્ચમાં દક્ષિણ આફ્રીકની ટીમ ત્રણ મેચની વનડે સીરીઝ રમવા ભારત આવી હતી. દેહરાદૂનમાં સીરીઝની પ્રથમ મેચ જોવા માટે દર્શકો મેદાનમાં આવ્યા હતા પરંતુ વરસાદને કારણે મેચ રદ્દ થઈ ગઈ હતી. કોરનાને કારણે સીરીઝની