હ્રદયરોગના જાણીતા નિષ્ણાંત ડૉ. દવી શેટ્ટીએ ગાંગુલીના તમામ ટેસ્ટ કર્યા બાદ હોસ્પિટલના ડોક્ટરો સાથે ચર્ચા કર્યા બાદ એન્જિયોપ્લાસ્ટી કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું કે આ 48 વર્ષીય ગાંગુલીની ધમનિયોના અવરોધને હટાવવા માટે બે સ્ટેન્ટ નાખવામાં આવ્યા છે.
એક વરિષ્ઠ ડોક્ટરે કહ્યું કે, “તેમની સ્થિતિનું આંકલન કર્યા બાદ અમે એન્જિયોપ્લાસ્ટી કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનને બુધવારે છાતીમાં સામાન્ય દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના બાદ તેમના અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.”
આ પહેલા 2 જાન્યુઆરીએ કસરત કરતી વખતે ગાંગુલીની છાતીમાં દુખી આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેના બાદ ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.