નવી દિલ્હીઃ ભારતીય ટીમ આજે ચેન્નાઇના ચેપક મેદાનમાં ઇંગ્લિશ ટીમ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઉતરી છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના ઘરઆંગણે હરાવીને ફૂલ ફોર્મમાં છે, અને ઇંગ્લેન્ડ સામેની સીરીઝ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવા પ્રયાસ કરી રહી છે. આજની મેચમાં એક મોટો ઉલટફેર થયો છે, ચેન્નાઇની ચેપકની પીચ સ્પિનરો માટે ખાસ મદદરૂપ સાબિત થાય છે, ત્યારે આજની મેચમાં ગુજરાતી ઓલરાઉન્ડર અને સ્પિનર અક્ષર પટેલ અંત સમયે ટીમમાં બહાર થયો છે. પ્રથમ ટેસ્ટ માટે અક્ષર પટેલનુ નામ લગભગ પાક્કુ હતુ પરંતુ ઇજાના કારણે તેને ટીમમાં સ્થાન નથી મળી શક્યુ.


માહિતી પ્રમાણે, ગુજરાતી સ્પિનર અક્ષર પટેલ સ્પિન બૉલિંગમાં ચેપકના મેદાન પર અશ્વિન સાથે મળીને તરખાટ મચાવી શકતો હતો, પરંતુ ઇજાના કારણે બહાર થયો છે, આ માટે બીસીસીઆઇએ એક નિવેદન આપ્યુ છે, જે તેના બહાર થવાનુ કારણ છે...

ગુજરાતી સ્પિનર અક્ષર પટેલ પ્રથમ ટેસ્ટ માટે પહેલા ફિટ હતો પરંતુ ગઇકાલે ઇજા થતાં તે ટીમમાંથી બહાર થઇ ગયો છે. ચેન્નાઇની પીચ ખાસ કરીને સ્પિનરોનો મદદ કરે છે, આ માટે ભારતે આર અશ્વિનની સાથે શાહવાજ નદીમને ઉતાર્યો છે.

અક્ષર પટેલની ઇજા અંગે બીસીસીઆઇએ કહ્યું કે, - અક્ષર પટેલને ઇંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ પેટીએમ ટેસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ઓલરાઉન્ડરે ગઇ કાલે ટીમ ઇન્ડિયાના વૈકલ્પિક મેડિકલ ટીમ તરફથી પોતાના ડાબા ધૂંટણમાં દુઃખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. હાલ મેડિકલ ટીમ તેના પર નજર રાખી રહી છે, અને પુરેપુરા રિપોર્ટની પ્રતિક્ષા કરવામાં આવી રહી છે. તે શરૂઆતી મેચ માટે પસંદગી માટે અવેલેબલ નહીં થાય.
ભારતીય ટીમઃ
રોહિત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યે રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), વૉશિંગટન સુંદર, આર.અશ્વિન, શાહવાજ નદીમ, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ.

ઇંગ્લેન્ડ ટીમઃ
રોરી બર્ન્સ, ડોમિનિક સિબલે, જો રૂટ (કેપ્ટન), ડેનિયલ લૉરેન્સ, જૉસ બટલર (વિકેટકીપર), બેન સ્ટૉક્સ, ઓલી પોપ, ડૉમ બેસ, જેક લીય, જેમ્સ એન્ડરસન, જોફ્રા આર્ચર.