Mark Wood and Dawid Malan: આવતીકાલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આઇસીસી ટી20 વર્લ્ડકપની બીજી સેમિ ફાઇનલ રમાશે, આ પહેલા ભારત ઇંગ્લેન્ડ માટે એક મોટા ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. ગુરુવાર 10 નવેમ્બરે રમાનારી બીજી સેમિ ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડના બે સ્ટાર ખેલાડીઓ ટીમમાંથી બહાર રહી શકે છે. રિપોર્ટ છે કે, ઇંગ્લિશ ટીમમાંથી ડેવિડ મલાન અને માર્ક વુડ ઇજાગ્રસ્ત હોવાથી સેમિ ફાઇનલ રમવા માટે શંકાસ્પદ છે. બન્નેની ફિટનેસ પર સંશય પેદા થયુ છે, જો આ બન્ને ખેલાડીઓ ભારત સામેની સેમિ ફાઇનલમાં નહીં રમી શકે તો ઇંગ્લેન્ડને મોટો ઝટકો લાગશે, જ્યારે ભારતીય ટીમને રાહત મળી શકે છે. આ બન્ને મેચ વિનર ખેલાડીઓ છે. 


ઇંગ્લિશ કેપ્ટન જૉસ બટલરે બન્નેની ફિટનેસ પર મોટી વાત કહી છે, બટલરે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, ડેવિડ મલાન અને માર્ક વુડની ફિટનેસ ચિંતાનો વિષય છે. બન્ને હજુ સંદિગ્ધ છે, કે તે સેમિ ફાઇનલ રમશે કે નહીં. અમે ઇચ્છીએ છીએ કે બન્ને સેમિ ફાઇનલ મેચ માટે ફિટ થઇ જાય, અને રમે. અમને અમારી મેડિકલ ટીમ અને બન્ને ખેલાડીઓ પર પુરેપુરો વિશ્વાસ છે. બટલરના આ નિવેદન બાદ માની શકાય છે કે ડેવિડ મલાન અને માર્ક વુડ હજુ પુરેપુરી રીતે ફિટ નથી , અને સેમ ફાઇનલ મેચ ના પણ રમી શકે. 


T20: ઇંગ્લેન્ડનો તોફાની બેટ્સમેન ઇજાગ્રસ્ત, ભારત સામે સેમિ ફાઇનલમાં નહીં ઉતરી શકે મેદાનમાં, જાણો
Dawid Malan likely to miss Semi Final: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ની સેમિ ફાઇનલ માટેની ચારેય ટીમો તૈયાર છે, અને ફાઇનલમાં પહોંચવા માટે રણનીતિ બનાવી રહી છે, ત્યારે ઇંગ્લિશ ટીમને ભારત સામેની સેમિ ફાઇનલ મેચ પહેલા મોટો ઝટકો લાગ્યો હતો. આગામી 10મી નવેમ્બરે એડિલેડમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલમાં પહોંચવા માટે ટક્કર થશે, પરંતુ આ પહેલા ભારત માટે રાહતના અને ઇંગ્લિશ ટીમ માટે ખરાબ સમાચાર છે, ટીમનો સ્ટાર બેટ્સમેન અને ટી20 નો હીરો ડેવિડ મલાન ઇજાગ્રસ્ત થઇ ગયો છે. ઇજા થવાના કારણે હવે તે ભારત સામેની સેમિ ફાઇનલ મેચમાંથી બહાર થઇ શકે છે. 


ડેવિડ મલાન ઇજાગ્રસ્ત, સેમિ ફાઇનલમાંથી થઇ શકે છે બહાર  - 
રિપોર્ટ્સ અનુસાર, ડેવિડ મલાન ઇજાના કારણે ભારત સામેની 10 નવેમ્બરે એડિલેડમાં રમાનારી મહત્વની સેમિ ફાઇનલ મેચમાંથી બહાર થઇ શકે છે. જો આમ થાય છે, તો ઇંગ્લિશ ટીમને મોટો ફટકો પડી શકે છે. કેમ કે ડેવિડ મલાન ટી20 ફોર્મેટમાં શાનદાર બેટ્સમેન છે. 


શ્રીલંકા વિરુદ્ધ થયો હતો ઇજાગ્રસ્ત - 
ટી20 વર્લ્ડકપની સુપર 12 ની છેલ્લી મેચ ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાઇ હતી. મલાન મેચની 15મી ઓવરમાં બાઉન્ડ્રી લાઇન તરફથી બૉલ રોકવા જતી વખતે ઇજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે બેટિંગ કરવા પણ ન હતો આવ્યો. આવામાં તેની ઇજા થોડી વધુ ગંભીર લાગી રહી છે. જો ભારત સામે ઇજા વધુ રહેશે તો ટીમમાંથી પણ બહાર થઇ શકે છે. જોકે, ઇંગ્લિશ ટીમને તેના સાજા થવાની પુરેપુરી આશા છે.