નવી દિલ્હીઃ ચેન્નાઇના ચેપક સ્ટેડિયમમાં ભારતીય ટીમની કારમી હાર પર ઇંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન ખુશ થયો છે. તેને હિન્દીમાં એક ટ્વીટ કરીને ભારતીય ટીમને વધુ જશ્ન ના મનાવવાની ચેતાવણી આપી દીધી છે. પીટરસને ભારતીય ટીમને જબરદસ્ત રીતે મજાક ઉડાવી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણાની ચાર મેચોની સીરીઝની પ્રથમ ટેસ્ટ હારી ચૂક્યુ છે.

ચેન્નાઇ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમે ભારતની ટીમને 227 રનથી હારવી દીધુ, આ સાથે ભારતીય ટીમ ટ્રૉલ થવા લાગી હતી. છેલ્લા 9 વર્ષમાં ઇંગ્લેન્ડની આ ભારતીય જમીન પર ભારત સામે ત્રીજી જીત છે. આ સાથે હવે ઇંગ્લેન્ડ 1-0થી આગળ થયુ છે.

કેવિન પીટરસને હિન્દીમાં ટ્વીટ કરીને કહ્યું- ઇન્ડિયા યાદ છે, મેં પહેલાં જ કહ્યું હતુ કે આટલો જશ્ન ના મનાવો. જ્યારે તમે ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં હરાવ્યુ હતુ..... પીટરસનનુ આ ટ્વીટ ભારતીય ટીમની હાર પર કટાક્ષ છે.



ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડે આ પહેલા ચેન્નાઇના આ મેદાન પર ભારતને 1985માં હરાવ્યુ હતુ. ત્યારબાદ બન્ને દેશો વચ્ચે ત્રણ ટેસ્ટ મેચ રમાઇ હતી, તમામ ટેસ્ટ મેચોમાં ભારતની જીત થઇ હતી.

જ્યારે ભારતીય ટીમની વાત કરીએ તો છેલ્લા 22 વર્ષમાં આવુ પહેલીવાર બન્યુ છે, જેમાં ભારત ચેન્નાઇના મેદાન પર હાર્યુ હોય. છેલ્લે 1999માં પાકિસ્તાન સામે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.

(પ્રતિકાત્મક તસવીર)