IND vs ENG, T20 WC Semifinal: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આઇસીસી ટી20 વર્લ્ડકપની બીજી સેમિ ફાઇનલ મેચ રમાશે, આજની મેચ ઓસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલ ગ્રાઉન્ડમાં રમાશે. અહીં બન્ને ટીમોએ જીત માટે પુરપુરી તૈયારીઓ કરી લીધી છે, પરંતુ આજની પીચને લઇને મોટી સમાચાર સામે આવ્યા છે. જાણો આજે પીચનો શું છે મિજાજ, કોને કરશે સૌથી વધુ મદદ.....


પીચ રિપોર્ટ - 
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે પીચ રિપોર્ટની વાત કરીએ આજે ઓસ્ટ્રેલિયાની એડિલેડ ઓવલ મેદાનમાં સેમિ ફાઇનલ મેચ રમાઇ રહી છે. આ પીચને આ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ માટે ઉપયોગ કરવામાં આવી હતી, આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમ 168 રનનો સ્કૉર ચેઝ કરવા માટે ખુબ નજીક પહોંચી હતી. આ પીચ શરૂઆતમાં સ્લૉ હતો, અને અનિયમિત બાઉન્સ થતા હતા, પરંતુ રાત થતાં જ બૉલ સારી રીતે બેટ પર આવવા લાગ્યા હતા. પીચનો મિજાજ આ મેચમાં પણ કંઇક આવો રહેવાનો છે, બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ ફાયદામાં રહી શકે છે. અહીં મેદાનની બાઉન્ડ્રી પણ નાની છે. આ મેચમાં મોટા સ્કૉરની પુરેપુરી આશંકા છે.


 


કેપ્ટન રોહિત શર્માનો આજની મેચ માટે શું છે ગેમ પ્લાન -


T20 World Cup 2022, Rohit Sharma: T20 વર્લ્ડ કપ 2022 ની બીજી સેમીફાઇનલ ગુરુવારે રમાશે. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ  ભારતીય ટીમ સામે ટકરાશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ મેચ એડિલેડ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ 13 નવેમ્બરે ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. વાસ્તવમાં પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.


'આપણે આ ફોર્મેટ પ્રમાણે રમવું પડશે'


ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક મોટું નિવેદન આપ્યું છે. રોહિત શર્માએ કહ્યું કે અમે જાણીએ છીએ કે T20 ક્રિકેટ કેવી રીતે રમાય છે. તેણે કહ્યું કે આ ફોર્મેટમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે મેચના દિવસે કેવી રીતે રમો છો. આ ફોર્મેટમાં મેચ જીતવા માટે તમારે વધુ સારું ક્રિકેટ રમવું પડશે. જો તમે આમ કરવામાં નિષ્ફળ રહેશો તો પરિણામ તમારી વિરુદ્ધ જઈ શકે છે.


રોહિત શર્માએ કહ્યું કે, ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચ પહેલા અમારી ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે, અમારા ખેલાડીઓમાં આત્મવિશ્વાસની કોઈ ખોટ નથી, પરંતુ એમાં કોઈ શંકા નથી કે ઇગ્લેન્ડ જેવી ટીમ સામે મેદાન પર સો ટકા આપવું પડશે. મને ખાતરી છે કે અમારી ટીમ આ કરી શકશે. ભારતીય કેપ્ટને કહ્યું કે અમે ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલ મેચ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.