ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર મોઇન અલીએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં પોતાની શાનદાર જીતનો હિસ્સો ના હોવાના કારણે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વધુ સારુ પ્રદર્શન કરવા પ્રેરિત થશે. મોઇન અલીએ વીડિયો કૉન્ફરન્સ દરમિયાન કહ્યું- અમે કોહલીને કઇ રીતે આઉટ કરીશુ? તે ખરેખરમાં શાનદાર ખેલાડી છે, વિશ્વસ્તરીય બેટ્સમેન છે. મને વિશ્વાસ છે કે તે સારુ રમશે, તે પોતાના બાળકના જન્મને લઇને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરથી ઝડપથી પરત આવી ગયો હતો. હવે તે ઘરઆંગણે સારુ રમશે.
મોઇન અલીએ કહ્યું- મને નથી લાગતુ કે કોહલીની કોઇ કમજોરી છે, જોકે અમારી પાસે પણ સારુ બૉલિંગ એટેક છે. કોહલી સારો માણસ અને મિત્ર છે, જોકે અમે ક્રિકેટને લઇને વધુ વાત નથી કરતા. અલીએ કહ્યું હુ કોહલીને આઉટ કરવા તૈયાર રહીશ, પરંતુ મને નથી ખબર કે તેને આઉટ કઇ રીતે કરવો.
(ફાઇલ તસવીર)
ભારત અને ઇંગ્લેન્ડ સીરીઝનુ ફૂલ શિડ્યૂલ....
ટેસ્ટ સીરીઝ....
પ્રથમ ટેસ્ટઃ
5-9 ફેબ્રુઆરી, સ્થળ- ચેન્નાઇ, સમય- સવારે 9.30 વાગે
બીજી ટેસ્ટઃ
13-17 ફેબ્રુઆરી, સ્થળ- ચેન્નાઇ, સવારે 9.30 વાગે
ત્રીજી ટેસ્ટઃ
24-28 ફેબ્રુઆરી, સ્થળ- અમદાવાદ (ડે-નાઇટ), સમય- બપોરે 2.30 વાગે
ચોથી ટેસ્ટઃ
4-8 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સવારે 9.30 વાગે
ટી20 સીરીઝ....
પ્રથમ ટી20
12 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે
બીજી ટી20
14 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે
ત્રીજી ટી20
16 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે
ચોથી ટી20
18 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે
પાંચમી ટી20
20 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે
વનડે સીરીઝ...
પ્રથમ વનડેઃ
23 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે
બીજી વનડેઃ
26 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે
ત્રીજી વનડેઃ
28 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે