મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્નિ અનુષ્કા શર્માએ પોતાની દીકરીની પહેલી તસવીર મૂકી છે. અનુષ્કા તથા વિરાટે મીડિયા સાથે સંકળાયેલા ફોટોગ્રાફર્સને એક ગિફ્ટ હેમ્પર મોકલ્યું છે. આ હેમ્પરમાં બોમ્બે સ્વીટ શોપની મીઠાઈ, ફ્લેવર્ડ ડ્રાય ફ્રૂટ્સ, ડાર્ક ચોકલેટ્સ તથા સુગંધિત કેન્ડ્લ છે. આ ઉપરાંત હિંદી તથા અંગ્રેજીમાં આભાર માનતો પત્ર પણ લખ્યો છે.
આ પત્રની સાથે એક નોટ મૂકીને ફોટોગ્રાફર્સને પોતાની દીકરીના ફોટા નહીં પાડવા વિનંતી કરી છે. અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીએ ફોટોગ્રાફર્સને મોકલેલી નોટમાં લખ્યું છે, તમે અમને જે પ્રેમ આપ્યો, તેના માટે આભાર. આ ખાસ પ્રસંગની ઉજવણી તમારી સાથે સેલિબ્રેટ કરીને આનંદ થઈ રહ્યો છે. અમે તમને એક સામાન્ય અપીલ કરીએ છીએ. અમારી દીકરીની પ્રાઈવસીની સુરક્ષા કરવા માગીએ છીએ અને તે માટે તમારી મદદ તથા સમર્થન ઈચ્છીએ છીએ. અમે તમને આશ્વાસન આપીએ છીએ કે તમને અમારી ઉપર ફીચર કરવા માટે જરૂરી કન્ટેન્ટ મળી જશે. અમે આગ્રહ કરીએ છીએ કે અમારી દીકરી સાથે જોડાયેલું કોઈ કન્ટેન્ટ ના કરો અને તેને પબ્લિશ ના કરો. અમને ખ્યાલ છે કે તમે આ સમજશો કે અમે ક્યાંથી આવીએ છીએ. આ માટે આભાર.'
First Photo: કોહલી-અનુષ્કાએ દિકરીની પ્રથમ તસવીર શેર કરી, જાણો શું નામ રાખ્યું
અનુષ્કા-વિરાટે ફોટોગ્રાફર્સને ગિફ્ટ હેમ્પરમાં શું આપ્યું ? દીકરી વામિકા અંગે ફોટોગ્રાફર્સને શું કરી વિનંતી ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Feb 2021 12:05 PM (IST)
આ પત્રની સાથે એક નોટ મૂકીને ફોટોગ્રાફર્સને પોતાની દીકરીના ફોટા નહીં પાડવા વિનંતી કરી છે. અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીએ ફોટોગ્રાફર્સને મોકલેલી નોટમાં લખ્યું છે, તમે અમને જે પ્રેમ આપ્યો, તેના માટે આભાર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -